June 23, 2024

મહિલા સાથે શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી કરી, દબાણ કરી ગર્ભપાત કરાવી ધમકી આપી

રાજકોટઃ સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. ઉપલેટાના ભાયાવદર પાસે આવેલા ગુરુકુળના બે સાધુઓનું કાળું કામ બહાર આવ્યું છે. ગુરુકુળના બે સંતો વિરુદ્ધ મહિલાએ દુષ્કર્મ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ખીરસરા ગામમાં સ્વામિનારાયણ ગુરુકુળ આવેલું છે. ત્યાં બે સ્વામીએ એક મહિલા પર દુષ્કર્મ આચરીને તેને ગર્ભવતી બનાવી દીધી હતી. જ્યારે આ વાતની સ્વામીને ખબર પડી તો મહિલાનો ગર્ભપાત કરાવી નાંખ્યો હતો. ત્યારે આ મામલે ધરમસ્વરૂપદાસ સ્વામી અને નારાયણ સ્વરૂપદાસ સ્વામી સામે ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત હોસ્ટેલના સંચાલક મયુર કાસોદરિયા સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચોઃ વડોદરાનો પરિવાર સિક્કિમમાં ફસાયો, 9 લોકો સંપર્કવિહોણા

સ્વામીએ આરોપી મયુર કાસોદરિયા સાથે પ્રેગ્નન્સી કીટ તથા ગર્ભપાતની દવા મોકલાવી હતી. ત્યારે આ મામલે IPC 376 (2)(N) ,313,114 હેઠળ ગુનો દાખલ કરવામાં આવી છે.

આ સાથે જ ફરિયાદમાં મહિલાએ જણાવ્યું છે કે, મહિલાની ઇચ્છા વિરુદ્ધ ધમકી આપીને સ્વામીએ ગર્ભપાત કરાવ્યો હતો. ધર્મસ્વરૂપસદાસ સ્વામીએ મહિલા સાથે મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ મહિલા સાથે લગ્ન કરવાનું નાટક પણ કર્યું હતું. તે સમયે સ્વામીએ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ મહિલા ગર્ભવતી બની ગઈ હતી.

મહિલા ગર્ભવતી થઈ જતા સ્વામીએ ગર્ભપાત કરાવવા દબાણ કર્યું હતું. ત્યારે નારાયણ સ્વરૂપદાસ સ્વામીએ મહિલાને ધમકી આપી હતી અને સ્વામી ધર્મસ્વરૂપદાસની મદદ કરી હતી. મહિલાને કોઈને જાણ ન કરવા માટે ધમકી આપી હતી.