રાજકોટ નમકીન ફેક્ટરીની આગ 80 ટકા બુઝાઈ, 8 ટીમો કામે લાગી

રાજકોટઃ KBZ નામની ફેક્ટરીમાં આગ લાગ લાગી છે. ત્યારે હાલ 8 ફાયર ફાઇટર દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. સવારના 9 વાગ્યા આસપાસ આગનો બનાવ બન્યો હતો.
આ બનાવની જાણ થતાં 20 મિનિટમાં ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. નમકીન બનાવતી ફેક્ટરીમાં આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. આગ પર 80 ટકા કાબૂ મેળવવામાં આવ્યો છે. પરંતુ સંપૂર્ણપણે આગ પર કાબૂ મેળવતા સાંજે 7 વાગ્યા જેટલો સમય લાગી શકે છે.
રાજકોટ મહાનગરપાલિકાની 4, ગોંડલ નગરપાલિકાની 1, કાલાવડ નગરપાલિકાની 2, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીની 1 ફાયર ફાઈટરની ટીમ દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.