જેતપુરના નવાગઢમાં અસામાજિક તત્વોનો આતંક; ટોળાએ હુમલો કર્યો, વાહનોમાં તોડફોડ

રાજકોટઃ જેતપુરના નવાગઢમાં વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. સામાન્ય બોલાચાલીમાં ટોળાએ ઘર પર હુમલો કર્યો અને વાહનોમાં તોડફોડ પણ કરી હતી.
તૌસીફ લાખાણી નામના વ્યક્તિને હુમલાખોરો સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ટોળાએ ઘરમાં ઘુસી હુમલો કરી તોડફોડ કરી હતી. સ્થાનિકોએ ઘરની બહાર પાર્ક કરેલી રીક્ષા, બાઇક તેમજ કારમાં તોડફોડ કરી હતી.
આ ઉપરાંત મોડી રાત્રે ધોકા, પાઇપ, તલવારો સાથે ટોળાએ સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો. ટોળાએ હુમલો કરતા 3 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસને આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ માહોલ સંવેદનશીલ બનતા સમગ્ર વિસ્તારમાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ હુમલાના ઘેરા પડઘા પડ્યા હતા. સમગ્ર વિસ્તારના લોકોએ એકઠાં થઈને પોલીસને રજૂઆત કરવાનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે.