ગોંડલમાં રાજકુમાર જાટના મોતનો મામલો, ડોક્ટરે કર્યાં ચોંકાવનારા ખુલાસા

રાજકોટઃ ગોંડલમાં રાજકુમાર જાટના મોત મામલે ન્યૂરો સર્જન ડો. હેમાંગ વસાવડાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, 3 દાયકાની મેડિકલ કારકિર્દીમાં મેં આવો રિપોર્ટ જોયો નથી.

તેમણે જણાવ્યું છે કે, ફોરેન્સિક રિપોર્ટમાં અનેક શંકા ઉપજે તેવા મુદ્દાઓ છે. કોઈ વ્યક્તિને વાહનથી એક જ વાર ટક્કર વાગ્યા બાદ તેના શરીર પર 42 ઇજાઓ શક્ય નથી. વ્યક્તિને વાહન દ્વારા ટક્કર વાગે ત્યારે તે દૂર ફેંકાય અથવા વાહન નીચે આવી જાય. પહેલો પોસ્ટમોટર્મ રિપોર્ટ પણ સામે આવવો જરૂરી છે. મૃતકના ગુદાના ભાગે 7 ઈંચનો ચીરો પડી ગયો છે. તેમજ લાકડી, પાઇપ, ઊંધી કુહાડી, ઊંધું દાંતરડું જેવા બોથડ પદાર્થ કહેવાય જેની નોંધ રિપોર્ટમાં સ્પષ્ટ રીતે કરવામાં આવી છે.’

તેઓ વધુમાં જણાવે છે કે, ‘રિપોર્ટમાં ડોક્ટરોએ સેઈફ સાઈડ રાખેલી છે. જેમાં સ્પષ્ટપણે તેમણે લખ્યું જ નથી કે વાહન અકસ્માતને કારણે ઇજાઓ પહોંચી છે. મૃતકની તમામ ઇજાઓ એકદમ તાજી હતી.’