ગોંડલમાં બે માળનું મકાન ધરાશાયી, 3 લોકો કાટમાળ નીચે દટાયાં

ગોંડલઃ શહેરના સહજાનંદ નગર વિસ્તારમાં ગરબી ચોક પાસે મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં રિનોવેશન દરમિયાન બે માળનું મકાન ધરાશાયી થયું છે. જેમાં 3 વ્યક્તિઓ દબાયા છે. હાલ ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે.

મળતી માહિતી પ્રમાણે, સહજાનંદ નગરના ગરબી ચોક પાસે રિનોવેશન દરમિયાન બે માળનું મકાન ધરાશાયી થયું છે. સવારે 7 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 3 લોકો કાટમાળ નીચે દબાયા હોવાની માહિતી સામે આવી છે. 1 પુરુષ અને 2 મહિલા સહિત કુલ 3 વ્યક્તિો કાટમાળ નીચે દબાયા છે.

આ ઘટનાની જાણ થતા ગોંડલ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી જેસીબીની મદદથી રેસ્ક્યૂ ઓપરેશનની કામગીરી હાથ ધરી છે. આ ઘટનાની જાણ થતાં જ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.