June 30, 2024

RMCની એફિડેવિટથી અનેક સવાલ, તંત્ર ઉંઘતુ રહ્યું ‘ને 28 હોમાઈ ગયા!

Rajkot Game Zone Tragedy: રાજકોટ અગ્નિકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટમાં RMCની એફિડેવિટથી અનેક સવાલ ઉભા થયા છે. એફિડેવિટમાં જૂન-જુલાઈ 2021માં રાજકોટ સિટી પોલીસે મંજૂરી આપ્યાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. 22 એપ્રિલ 2024ના દિવસે GRUDA 2022 હેઠળ ગેમઝોન રેગ્યુલરાઈઝેશન માટે 3 માલિકોએ સ્ક્રૂટીની ફી 100 રૂપિયા ભરી હતી.

ત્યારબાદ 4 મે 2024ના દિવસે GRUDA અંડરની અરજી RMCમાં ઇન્વર્ડ કરવામાં આવી હતી. 9 મે 2024ના દિવસે RMCએ પત્ર લખી અરજદારોને 9 જેટલી બાબતોનું પાલન કરવાની માગ કરી હતી. અરજદારોએ 9 બાબતો અંગે દુર્ઘટના સુધી કોઈ જવાબ રજૂ નથી કર્યો. હાઇકોર્ટમાં રજૂ થયેલા એફિડેવિટ મામલે સ્થાનિક તંત્ર અને ગેમઝોનની નિયત સામે અનેક સવાલ ઉભા થયા છે.

આ પણ વાંચોઃ રાજકોટ અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 11 મૃતદેહ પરિવારને સોંપાયા

રેગ્યુલાઈઝેશન માટે થયેલી અરજી બાદ ગેમઝોનમાં ગંભીર ક્ષતિઓ હોવા છતાં RMCએ ગેમઝોન ચાલુ રહેવા દીધો હતો. ફાયર NOC સહિતની પરવાનગી ન હોવા છતાં RMCએ કોઈ કાર્યવાહી કરી નહોતી. 9મી મેના દિવસે પણ ક્ષતિઓ હોવાની જાણ કરવા છતાં દુર્ઘટનાના દિવસ 25મી મે સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. 16 દિવસ સુધી RMC અને ગેમઝોન માલિકોની બેદરકારીએ 28 લોકોનો ભોગ લીધો હતો.

કઈ કઈ 9 ક્ષતિઓ?

  1. GRUDA નિયમ મુજબ પ્લાન રજૂ કર્યો નથી
  2. કી- પ્લાન/ડ્રોઇંગમાં જરૂરી સુધારા કરવા
  3. માલિકી/જમીન બાબતે પુરાવા-આધારો રજૂ નથી કરેલા
  4. 1/10/2022 પહેલા બાંધકામ હયાત હોવા બાબતે આધાર રજૂ નથી કરેલા
  5. ડ્રોઈંગમાં એરિયા ટેબલમાં જરૂરી સુધારા કરવી, FSIની ગણતરી દર્શાવો
  6. ચાલુ વર્ષનો ભરપાઈ કરેલા મકાનવેરાની નકલ નથી
  7. જરૂરી બાહેંધરી પત્રક સ્ટેમ્પ પેપર સાથે રજૂ કરો
  8. ફાયર NOC રજૂ કરો
  9. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરવું