June 30, 2024

Rajkot અગ્નિકાંડઃ TPO સહિત ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ચાલુ મિટિંગમાં અટકાયત

Rajkot Game Zone Tragedy: રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ એક અધિકારીની ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી છે. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની અટકાયત કરવામાં આવી છે. મહાનગરપાલિકાના ડેપ્યૂટી ચીફ ફાયર ઓફિસર બીજે ઠેબાની અટકાયત કરવામાં આવી છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે તેમની પૂછપરછ ચાલુ કરી છે. આ ઉપરાંત TPOની પણ અટકાયત કરી લેવામાં આવી છે. RMC કમિશનરની હાજરીમાં બંને અધિકારીઓને ઉઠાવવામાં આવ્યા હતા. TPO સાગઠીયા અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બીજે ઠેબાને ચાલુ મિટિંગમાંથી ઉઠાવવામાં આવ્યા છે. આ મિટિંગની તસવીરો સામે આવી છે.

સવારે વધુ એક આરોપી ઝડપાયો
રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. TRP ગેમ ઝોનના ભાગીદાર કિરિટસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં પાંચ આરોપીની ધરપકડ
આ દુર્ઘટનામાં કુલ 7 આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાંથી ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમાં મુખ્ય આરોપી ધવલ ઠક્કર, ભાગીદાર રાહુલ રાઠોડ, માલિક યુવરાજસિંહ સોલંકી અને મેનેજર નીતિન જૈનનો સમાવેશ થાય છે. પોલીસે માલિક, ભાગીદાર અને મેનેજરના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે મુખ્ય આરોપીના 13 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આરોપી પ્રકાશ હિરણનું આ દુર્ઘટનામાં મોત નીપજ્યું છે.

કોની કોની સામે ફરિયાદ નોંધવામાં આવી?
TRP ગેમઝોનના માલિક અને ભાગીદાર મળી કુલ 7 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ગેમઝોનના માલિક પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરણ, ભાગીદાર અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિત રાઠોડ, ધવલ ઠક્કર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પાંચેય આરોપી અલગ અલગ હિસ્સાના નફાના ભાગીદાર હતા. તેમાંથી હાલ ત્રણ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

શું હતી સમગ્ર ઘટના?
25 મે, 2024ના દિવસે સાંજે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં અત્યાર સુધીમાં 28નાં મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આગને પગલે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી છે. મૃત્યુઆંક હજી વધી શકે છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. મહત્વનું છે કે, ખાલી એક કલાકમાં જ 24 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મહત્વનું છે કે, ગેમઝોન પાસે ફાયર NOC જ નહોતી.