રાજકોટ અગ્નિકાંડ બાદ વધુ એક ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયા

મિહિર સોની, અમદાવાદ: રાજકોટ અગ્નિકાંડ બાદ પણ ફાયર ઓફિસર હજી સુધારવાનું નામ ના લઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. વધુ એક ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયા છે. ફાયર એન ઓ સી આપવા માટે પ્રહલાદનગર ફાયર સ્ટેશન માં ફરજ બજાવતા ડીવીઝનલ ફાયર ઓફિસર રૂપિયા 80 હજાર ની લાંચ માંગી. જે પેટે રૂપિયા 65 હજાર લાંચ લેતા એ સી બી એ રંગે હાથે ઝડપી લીધા છે.
લાંચની રકમ લેતા ઝડપી
એન્ટી કરપ્શન બ્યુરોએ પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ટ્રેપ કરીને ડીવીઝનલ ફાયર ઓફિસર ઇનાયત હુસેન શેખ ને રૂપિયા 65 હજાર ની લાંચ લેતા ઝડપી લીધા છે. ઇનાયત હુસેન શેખએ ફાયર એન ઓ સી આપવા માટે રૂપિયા 80 હાજર ની લાંચ માંગી હતી. જેમાં સ્થળ વિઝીટ વખતે રૂપિયા 15 હજાર લીધા હતા. ફરિયાદી પાસે બાકી ના રૂપિયા 65 હજાર માટે વારંવાર માંગણી કરતા હતા. જો કે ફરિયાદીએ એ સી બી ને જાણ કરતા ટ્રેપનું આયોજન કર્યું હતું. એ સી બી એ ઇનાયત હુસેન શેખને લાંચની રકમ લેતા ઝડપી લીધા છે.
ભવિષ્યમાં ફરીયાદીની ફાયર
એસીબીના ફરિયાદી ખાનગી એજન્સી ચલાવી સરકારી તથા ખાનગી બિલ્ડીંગોમાં ફાયર સેફટીના સાધનો ઇન્સ્ટોલ કરવાની તથા ફાયર એન.ઓ.સી.ને લગતા કન્સલ્ટીંગનુ કામ કરે છે. ફરીયાદીએ એક બિલ્ડીંગની ફાયર એન.ઓ.સી. મેળવી આપવાનુ કન્સલ્ટીંગનુ કામ રાખેલ હોય જે બિલ્ડીંગની ફાયર એન.ઓ.સી. મેળવવા જરૂરી દસ્તાવેજો તૈયાર કરી ફાઇલ બનાવી આરોપીની કચેરીએ મોકલી આપેલ જે ફાયર એન.ઓ.સી. અંદાજીત ત્રણ મહીના સુધીના મળતા ફરીયાદી આરોપીની કચેરી ખાતે રૂબરૂમાં મળતા જતા ફાયર એન.ઓ.સી. આપવાના અવેજ પેટે રૂપિયા 80 હજારની લાંચની માંગણી કરેલ પરંતુ ફરીયાદીએ લાંચના નાણા આપેલ નહી. જે બાદ ફરીયાદીને ફાયર એનઓસી મળી ગયેલ હતી. જે બાદ આરોપી ફરીયાદીને રૂબરૂમાં મળી ફરીયાદીને મળી ગયેલ ફાયર એન.ઓ.સી. ના વ્યવહારના રૂપિયા 80 હજાર નહી આપે તો ભવિષ્યમાં ફરીયાદીની ફાયર એન.ઓ.સી.ને લગતી ફાઇલો એપ્રુવ થશે નહી તેવી ગર્ભિત ધમકી આપતા ફરીયાદી પાસેથી જે તે દિવસે રૂપિયા 15 હજાર લઇ લીધેલ અને બાકીના રૂપિયા 65 હજાર ની અવાર નવાર માંગણી કરતા હતા.
આ પણ વાંચો:ઇડરમાંથી ડુબલીકેટ ફૂડ ઇન્સ્પેક્ટર સામે ઇડર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
ઓફિસ અને ઘરે સર્ચ શરૂ કર્યું
આરોપી ઇનાયત હુસેન શેખ વર્ષ 2012 થી 2016 સુધી વડોદરા ફાયર સ્ટેશન, વર્ષ 2016 થી 2018 રાજકોટ ફાયર સ્ટેશન અને ત્યારબાદ છેલ્લા છ વર્ષ થી અમદાવાદ માં ફરજ બજાવે છે. હાલ માં એ સી બી એ આરોપી ની ધરપકડ ઓફિસ અને ઘરે સર્ચ શરૂ કર્યું છે. જો કે આરોપી અમદાવાદમાં ત્રણ મહિના સુધી ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરની પોસ્ટ પર પણ હતા. આ દરમિયાન તેણે કેટલી એન ઓ સી આપી છે અને તેમાં કોઈ રૂપિયા પડાવ્યા છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.