June 29, 2024

સૌરાષ્ટ્રમાં નકલી બિયારણનો ખેલ શરૂ, રવિ સિડ્સ પ્રાઇવેટ લિમિટેડની ખેડૂતો સાથે છેતરપિંડી

ઋષિ દવે, રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વાવણીનો વરસાદ શરૂ થતા નકલી બિયારણ પધરાવતી ટોળકી સક્રિય થઈ છે. હૈદરાબાદ સ્થિત રવિ સિડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું મરચાનું બિયારણ અંકુરિત થતા ખેડૂતે ખેતીવાડી વિભાગમાં ફરિયાદ નોંધાવી છે. રવિ સિડ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અને ખેડૂતોને મરચાનું નકલી બિયારણ પધરાવ્યું હોવાની સંભાવના છે. આગામી દિવસોમાં વધુ કેટલા ખેડૂતો નકલી બિયારણ અંગે ફરિયાદ કરે તેવી સંભાવના છે. મોંઘુદાટ બિયારણ ખરીદીને ખેડૂતો ખેતરમાં વાવણી કરે છે. પરંતુ જ્યારે આ બિયારણ અંકુરિત નથી થતું ત્યારે ખેડૂતે રાતા પાણીએ રોવાનો વારો આવે છે તેવો જ એક કિસ્સો ગોંડલમાંથી પ્રકાશમાં આવ્યો છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓએ ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે ખેતી વાડીની વિઝીટ કરી અને પંચ રોજ કામ કર્યું હતું. ગોંડલના ઘોઘાવદર ગામે જ્યંતીભાઈ લવજીભાઈ ઠુમ્મરે વાડીમાં મરચીનું વાવેતર કર્યું હતું. મરચીનું રવિ હાઈબ્રિડ સિડર્સ નામનું બિયારણ ખરીદ્યુ હતું. મરચીના 100 પેકેટ ખરીદ્યા હતા. એક પેકેટ 10 ગ્રામ આવે છે. જયંતિભાઈએ મરચીના બિયારણનું વાવેતર કર્યું હતું. મરચીનું બિયારણ અંકુરિત થયું ન હતું. ખેડૂતનો મરચીનો પાક નિષ્ફળ થયો હતો.

આ પણ વાંચોઃ 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ, વિસાવદર-ગાંધીધામમાં 4 ઇંચ

જયંતિભાઈએ 29 જૂન, 2024એ ખેતરમાં રોપા માટે વાવેતર કર્યું હતું. મરચીના બીજ અંકુરિત ન થતા કંપની સામે ગત તારીખ 6 જુલાઈના રોજ ફરિયાદ કરી હતી. કંપનીમાંથી કોઈ પ્રત્યુતર ન આવતા ફરીથી 15 જુલાઈના રોજ ઇ-મેલ કર્યો હતો. ખેડૂતે ઇ-મેલ મારફતે ફરિયાદ કરતા બિયારણ કંપનીના કર્મચારીઓ દોડતા થયા હતા. કંપનીમાંથી કર્મચારી 18 તારીખે ખેડૂતના ખેતરની વિઝીટે આવ્યા હતા. જયંતીભાઈએ 15 જૂનના રોજ ખેતીવાડી વિભાગ રાજકોટ જિલ્લા ગોંડલ તાલુકામાં ફરિયાદ કરી છે.

રાજકોટ જિલ્લા ખેતીવાડી વિભાગ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓએ ખેતી વાડીની વિઝીટ કરી અને પંચ રોજ કામ કર્યું છે. નાયબ બગાયત નિમાયકની કચેરી દ્વારા રોજકામમાં લખ્યું છે કે, ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામના જયંતીભાઈ લવજીભાઈ ઠુમ્મરે મરચીના બિયારણના 10 ગ્રામ વજનના 100 પેકેટ ગોંડલમાં આવેલા ઈશ્વર એગ્રોમાંથી ખરીદ્યા હતા. ગત 25 મેના રોજ રૂપિયા 55 હજાર આપીને મરચીનું બિયારણ ખરીદ્યું હતું.

આ પણ વાંચોઃ દ્વારકામાં વરસાદનું રેડ એલર્ટ, બંદરો પર લાંગરેલી બોટ સલામત સ્થળે ખસેડવાની સૂચના

આ બિયારણ હૈદરાબાદ સ્થિત રવિ હાઇસીટ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઉત્પાદિત કરવામાં આવ્યું હતું. ખેડૂતે ફરિયાદ કરતા ડાયગ્નોસ્ટિક ટીમ દ્વારા રૂબરૂ સ્થળ ચકાસણી કરી ખેતરમાં ધારવાળીઓ કરેલી જગ્યામાં નિંદામણ યુક્ત કયારીઓમાં અંદર મરચીનો ઉગાવો અંદાજિત 8થી 12% જેવો જોવા મળ્યો હતો. જ્યારે ખેતરમાં બારીકાઈથી ખોદાણ કરી બિયારણની સ્થિતિ તપાસતા મરચાના બીજ સ્થિતિમાં અંકુરિત થયા વગરના પણ જોવા મળ્યા હતા. ઉપરોક્ત હકીકતનું રોજકામ કોઈની શેહશરમ કે કોઈના દબાણના વશમાં આવ્યા વગર સારી માનસિક સ્થિતિમાં ખેડૂત ખાતેદાર અને સાક્ષીને હાજરીમાં થયેલો છે.