રાજકોટમાં યુવતીએ કર્યો આપઘાત, પિતાનો આરોપ ભુવા કેતન સાગઠિયાએ મારી પુત્રીને ઝેરી દવા પીવડાવી

Rajkot Crime: અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના મવડી ગામે રહેતી યુવતીનો ઝેરી દવા પી આપઘાત કર્યો છે. 26 વર્ષીય મૃતક કોમલ સોલંકીનું ગઈકાલે સારવાર દરમિયાન મોત થયું છે. મૃતક કોમલના પિતા ધીરજ ધનજી સોલંકીએ દીકરીના મોતને લઈને આરોપ કર્યો છે.
આ પણ વાંચો: સુરતમાં ‘રાહુલ એપાર્ટમેન્ટ’ ગેંગના લીડરના મકાન પર બુલડોઝર ફરી વળ્યું
25 જેટલી છોકરીઓને ફસાવાઈ
મારી પુત્રી ભુવા કેતન સાગઠિયા સાથે દોઢ વર્ષથી રહેતી હતી. ભુવા કેતન સાગઠિયાએ પુત્રી કોમલને ઝેરી દવા પીવડાવી હત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો છે. મારી દીકરી ભુવા પાસે જોવડાવવા ગઈ હતી આ બાદ તે તેના સંપર્કમાં આવી અને પછી લગ્ન કરી લીધા હતા. ભુવાએ કહ્યું હતું કે તારા પિતાનું મૃત્યુ થઇ જશે જેથી વિધિ કરાવવા મવડી સ્મશાને બોલાવી હતી. ત્યારબાદ સતત ભુવાના સંપર્કમાં હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. અગાઉ પણ ભુવાએ અનેક દીકરીઓની જિંદગી બગાડી હોવાનો આરોપ લગાવ્યો હતો. ભુવા કેતન દ્વારા 25 જેટલી છોકરીઓને પણ ફસાવાઈ હોવાનો બહેનનો પણ આરોપ છે. તાલુકા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.