રાજકોટમાંથી ભેળસેળયુક્ત પનીર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, SOG પોલીસની કાર્યવાહી
રાજકોટઃ શહેરમાં SOG પોલીસે ભેળસેળયુક્ત પનીરની ફેક્ટરી ઝડપી પાડી છે. શહેરના શીતલ પાર્ક વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ભેળસેળયુક્ત પનીર ઝડપાયું છે. ફેક્ટરીની બહાર ફર્નિચરના બોર્ડ મારી અંદર ભેળસેળયુક્ત પનીરની ફેક્ટરી ધમધમતી હતી.
પનીરની સાથે મોટા પ્રમાણમાં પામતેલનો જથ્થો પણ મળી આવ્યો છે. પનીર બનાવવામાં પામ તેલનો ઉપયોગ કરવામાં આવતો હતો. આવા ભેળસેળિયા પનીર ખાવાથી કેન્સર સહિત અનેક પ્રકારના રોગો થઈ શકે છે.
પનીર ડુપ્લિકેટ છે કે નહીં તેને લઈને તપાસ ચાલુ કરવામાં આવી છે. હાલ લાખો રૂપિયાની કિંમતના 800 કિલો પનીરનો જથ્થો સીલ કરવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.