રાજકોટમાં સરેઆમ કાયદો-વ્યવસ્થાના લીરેલીરાં, લુખ્ખા તત્વોનો આતંક CCTVમાં કેદ

રાજકોટઃ ગુજરાત પોલીસના ચમત્કાર બાદ પણ લુખ્ખા તત્વોને જાણે કોઈપણ પ્રકારનો કાયદાનો ડર જ નથી તેવું દેખાઈ રહ્યું છે. જિલ્લા બેટી ગામ વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. જેમાં પાઇપ અને ધોકા વડે અન્ય વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેમાં સરેઆમ અસામાજિક તત્વો કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતા જોવા મળી રહ્યા છે. લુખ્ખા તત્વો પાઇપ અને ધોકાથી કારમાં તોડફોડ કરી રહ્યા છે.

5થી 6 જેટલા હથિયારધારી શખ્સો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. કિશન દુધરેજીયા સહિતના વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો. આ સાથે જ ફોર વ્હીલર કારમાં પણ તોડફોડ કરવામાં આવી છે. આ મામલે મયુર બોસરીયા અને તેના પિતા રેવા બોસરીયા સહિતના વ્યક્તિઓએ અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તો એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે મારામારી, રાયોટીંગ, જાનથી મારી નાંખવાની ધમકી સહિતની કલમ હેઠળ પોલીસ ફરીયાદ નોંધવામાં આવી છે.