રાજકોટમાં 27 કરોડના ખર્ચે બનેલા સેવા ભારતી ભવનનું લોકાર્પણ
રાજકોટઃ શહેરમાં સેવા ભારતી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સેવા પ્રવૃત્તિઓ માટે સૌરાષ્ટ્ર-કચ્છમાં સેવા ભારતીના આ નવા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. સંઘના સરકાર્યવાહક દત્તાત્રેયજી હોસબોલેના હસ્તે સેવા ભારતી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ભવનના નિર્માણમાં કુલ 4200 વાર જગ્યા પર 77,000 સ્કવેર ફૂટ બાંધકામ કરવામાં આવ્યું છે. કુલ 27 કરોડના ખર્ચે ભવનનું નિર્માણ થયું છે.
સેવા ભારતી ભવનમાં કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ?
- 31 કક્ષ, 2 વિશાળ સભાખંડ
- લાઈબ્રેરી અને વાંચનાલય
- સ્માર્ટ કલાસરૂમ અને કોમ્યુનિકેશન રૂમ
- સ્વાસ્થ્ય ચિકિત્સા કેન્દ્ર
- સિલાઈ મશીન તાલીમ
- ઇલેક્ટ્રિક વાયરીંગ ટ્રેનિંગ સેન્ટર
- સૌંદર્ય પ્રસાધન ટ્રેનિંગ સેન્ટર
સંઘના સરકાર્યવાહક દતાત્રેય હોસબોલેએ જણાવ્યું હતું કે, અંધકાર દૂર થશે પ્રકાશનું પર્વ આજથી શરૂ થશે. જે જગ્યાએ અંધકાર છે ત્યાં પ્રકાશ લાવવામાં આવે. મકરસંક્રાંતિ, કુંભ મેળો, સંઘનું શતાબ્દી વર્ષ આ ત્રિવેણી સંગમના દિવસે આજે સેવા ભારતી ભવનનું લોકાર્પણ થયું તે સૌભાગ્યની બાબત છે. સંઘ કાર્યાલય લોકાર્પણ પ્રસંગે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, મુળુ બેરા, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, સાંસદ પરસોત્તમ રૂપાલા, સાંસદ રામ મોકરિયા, સાંસદ પૂનમ માડમ, ઇફ્કો ચેરમેન દિલીપ સંઘાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.