રાજકોટમાં 25 બાળકોને છાશ પીધા બાદ ફૂડ પોઇઝનિંગની અસર, તમામની હાલત સ્થિર

રાજકોટઃ શહેરમાં 25 જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. ભવાનીનગર વિસ્તારમાં છેલ્લા ત્રણ દાયકાથી અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા એક ખાનગી ટ્રસ્ટ દ્વારા છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ છાશ પીધા બાદ 25 જેટલા બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. ત્યારે 10 જેટલા બાળકોને ગુંદાવાડી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા હતા. જ્યારે 15 જેટલા બાળકોને ઘરે સારવાર આપવામાં આવી હતી. હાલ તમામ બાળકોની તબિયત સ્થિર છે.