July 1, 2024

Loksabha Election Result 2024: કોંગ્રેસને વધુ બેઠકો મળી છતાં કેમ રાજીવ ગાંધીએ સરકાર બનાવવાની ના પાડી?

Loksabha Election 2024: લગભગ સાડા ત્રણ દાયકા પહેલાની આ વાત છે. વર્ષ 1989માં કોંગ્રેસને સૌથી વધુ સીટો મળી હતી. એમ છતાં રાજીવ ગાંધી સરકાર બનાવવાથી પાછળ હટી ગયા હતા. આ સમયે કોંગ્રેસે પાર્ટીએ રાજીવ ગાંધીના નેતૃત્વમાં આ ચૂંટણી લડી હતી. જેમાં કોંગ્રેસને 197 બેઠકો મળી અને જનતા દળને 143 બેઠકો મળી હતી.

બહુમતી મળી ના હતી
લોકસભા ચૂંટણી 2024ના પરિણામની શરૂઆત થઈ ગઈ છે. તમામ પાર્ટીએ આ ચૂંટણીમાં ખુબ જોર લગાવ્યું હતું. આવી સ્થિતિમાં હવે તમામની નજર 4 જૂન પર છે. આજના દિવસે કોની જીત અને કોની હાર થશે તે જોવાનું રહ્યું પરંતુ હાલ તમામ લોકોની સાથે નેતાઓની નજર આ પરિણામ પર છે. કોની રાજકીય યોજના સફળ થાય છે તે હવે જોવાનું રહ્યું. પરંતુ તમને જણાવી દઈએ કે એક સમય એવો હતો કે કોંગ્રેસની સરકાર બનવામાં રાજીવ ગાંધીએ પીછેહઠ કરી લીધી હતી. સૌથી વધુ બેઠકો મળી હતી એમ છતાં પીછેહટ કરી હતી. તમને જણાવી દઈએ તે સમયે ચૂંટણીમાં કોઈ પણ પક્ષને બહુમતી મળી ના હતી.

આ પણ વાંચો: Loksabha Election 2024: સારે જમીન પર…લાલ નિશાનમાં નિમ્ન સપાટીએ નિફ્ટી

વડા પ્રધાન પદ પરથી રાજીનામું
ઈન્દિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધી દેશના વડાપ્રધાન બન્યા હતા. પાંચ વર્ષ પછી વર્ષ 1989 માં, જ્યારે રાજીવ ગાંધીના નેતૃત્વમાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોઈ પણ પક્ષને બહુમતી મળી ના હતી. રાજીવ ગાંધીએ વર્ષ 1889 ના ચૂંટણી પરિણામોને તેમની વિરુદ્ધ જનાદેશ ગણાવીને વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ સમયે તેમણે સરકાર બનાવવાનો ઇનકાર કર્યો હતો.વર્ષ 1996ની લોકસભા ચૂંટણીમાં કોઈપણ પક્ષને બહુમતી મળી ન હતી. પરંતુ તે સમયે ભાજપ 161 ​​બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. આ સમયે કોંગ્રેસને 140 બેઠકો મળી હતી. રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માએ વડાપ્રધાનના શપથ લેવડાવ્યા હતા. આ સમયે વાજપેયી સરકાર બનાવી શકી ના હતી. કોઈ પણ પાર્ટીએ તેને સમર્થન આપવાની ના પાડી દીધી હતી. જેના કારણે 13 દિવસમાં જ અટલ સરકાર હટી ગઈ હતી.