April 8, 2025

મેચ હાર્યા પછી પણ RCBના કેપ્ટને આ 3 ખેલાડીઓની પ્રશંસા કરી

Rajat Patidar RCB Captain: ગુજરાત ટાઇટન્સ સામે RCBના ટોપ ઓર્ડર બેટ્સમેનનું પ્રદર્શન ખૂબ ખરાબ જોવા મળ્યું હતું. ટીમ ઓછા સ્કોર પર ભાંગી પડી હતી. આરસીબી ટીમને ગુજરાત ટાઇટન્સ સામે 8 વિકેટથી કારમી હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ગુજરાત તરફથી સાઈ સુદર્શન અને જોસ બટલરનું શાનદાર પ્રદર્શનને કારણે ગુજરાતની જીત મળી એવું કહેવું પણ ખોટું નથી. મહત્વની વાત એ છે કે આઈપીએલ 2025માં RCBની ટીમનું ખાસ પ્રદર્શન જોવા મળ્યું છે. ટીમે આ પહેલાની 2 મેચ જીતી લીધી છે. હાર બાદ RCBના કેપ્ટન રજત પાટીદારે મોટું નિવેદન આપ્યું છે.

આ પણ વાંચો: આ ખેલાડી IPLમાંથી પૈસા કમાઈને પિતાને બનાવી દેશે ઘર, હાલ રહે છે ભાડાના મકાનમાં

કેપ્ટન રજત પાટીદારે કહી આ વાત
મેચ હાર્યા પછી પણ કેપ્ટન પાટીદારે જીતેશ શર્મા, લિયામ લિવિંગસ્ટોન અને ટિમ ડેવિડની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ત્રણ વિકેટ પડ્યા પછી જીતેશ, લિયામ અને ટિમ જે રીતે બેટિંગ કરી હતી. અમને અમારા બેટિંગ યુનિટ અને તેઓ જે ઇરાદો બતાવી રહ્યા છે તેના પર ખૂબ વિશ્વાસ છે. તે એક સકારાત્મક સંકેત છે. આરસીબી ટીમે માત્ર 42 રનમાં તેની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ગુજરાત માટે સાઈ સુદર્શને 49 રન અને જોસ બટલરે 75 રન બનાવીને ટીમને વિજય અપાવ્યો હતો.