IPL 2025 માટે RCBએ નવા કેપ્ટનની કરી જાહેરાત, કોહલી નહીં પણ આ બેટ્સમેનને કમાન સોંપાઈ

IPL 2025: ઇન્ડિયન પ્રીમિયર લીગ 18મી સીઝન થોડા જ સમયમાં શરૂ થશે. તમામ ફ્રેન્ચાઇઝીઓએ તમામ તૈયારીઓ કરી દીધી છે. જેમાં ઘણી ટીમના કપ્તાન પહેલાથી જ નક્કી છે. જ્યારે ઘણી ટીમ તેમના નવા કેપ્ટનની જાહેરાત કરી રહી છે. જેમાં RCB પણ તેમના કેપ્ટનનું નામ જાહેર કર્યું છે. રજત પાટીદારને ટીમની કમાન સોંપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે મેગા ઓક્શન પહેલા RCB ટીમે રજત પાટીદારને 11 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો.
રજત પાટીદારનું IPL કરિયર
રજત પાટીદાર અત્યાર સુધીમાં આઈપીએલમાં 27 મેચ રમ્યા છે. જેમાં તે કુલ 799 રન બનાવવામાં સફળ રહ્યો હતો. મહત્વની વાત એ છે કે અત્યાર સુધીમાં એક વાર પણ RCB ટાઇટલ જીતી શક્યું નથી. અત્યાર સુધીમાં ફક્ત 3 વાર ફાઇનલમાં ટીમ પહોંચી છે. જ્યાં પણ દરેક વખતે હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો: પંતનો જીવ બચાવનાર વ્યક્તિએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, આવો જાણીએ સમગ્ર મામલો
IPL 2025 માટે RCB ની સંપૂર્ણ ટીમ
યશ દયાલ, લિયામ લિવિંગસ્ટોન, ફિલ સોલ્ટ, જીતેશ શર્મા, જોશ હેઝલવુડ, રસિક દાર, વિરાટ કોહલી, ભુવનેશ્વર કુમાર, કૃણાલ પંડ્યા, રજત પાટીદાર, સ્વપ્નિલ સિંહ, ટિમ ડેવિડ, મનોજ ભંડાગે, જેકબ બેથેલ, દેવદત્ત પડિકલ, સ્વસ્તિક ચિકારા, લુંગી ન્ગીડી, અભિનંદન સિંહ, મોહિત રાઠી, રોમારિયો શેફર્ડ, સુયશ શર્મા.