June 28, 2024

રાજ્યમાં વરસાદી માહોલ જામશે, 4 દિવસમાં તાપમાનમાં થશે ઘટાડો: હવામાન વિભાગ

હવામાન વિભાગ: રાજ્યમાં કાળઝાળ ગરમી બાદ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 4 દિવસમાં તાપમાનમાં ઘટાડો થશે. તેમજ રાજ્યમાં ચોમાસા જેવો માહોલ જામશે. આ સિવાય સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. તો ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, મોરબીમાં પણ વરસાદની આગાહી કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આ સિવાય અમદાવાદ સહિત ધંધુકા પંથકના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ધંધુકામાં વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ ખાબક્યો છે. ફેદરા, સાલાસર, પરબડી સહિતના પંથકમાં વરસાદ પડ્યો છે. જોકે, વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ સિવાય વરસાદથી પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: નાકાબંધી, સર્ચ ઓપરેશન, આતંકીઓના સ્કેચ જાહેર…જમ્મુમાં આતંકને ડામવા ભારત તૈયાર!

ઉલ્લેખનીય છે કે, હવમાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. તમને જણાવી દઇએ કે, અમરેલી, દાહોદ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી કરી છે તો દાદરા નગર હવેલી, અમદાવાદ, પંચમહાલમાં આગાહી કરવામાં આવી છે. તેમજ ગાંધીનગર, છોટા ઉદેપુર, વડોદરામાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી છ દિવસ પણ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદ થશે તેમ જણાવ્યુ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં વીજળીના કડાકા અને ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે