August 27, 2024

જ્યાં જુઓ ત્યાં તબાહી: અફઘાનિસ્તાનમાં વરસાદનો કહેર, અત્યાર સુધી 40ના મોત તો અનેક ઈજાગ્રસ્ત

Heavy Rain In Afghanistan: પૂર્વી અફઘાનિસ્તાનમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. અહીંના લોકો માટે વરસાદ પાયમાલ બન્યો છે. મુશળધાર વરસાદને કારણે અહીં 40 લોકોના મોત થયા છે અને લગભગ 350 લોકો ઘાયલ થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી સ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે. લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. રસ્તાઓની સાથે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. વરસાદના કારણે થયેલી તબાહીને કારણે ઘણું નુકસાન થયું છે.

પ્રાંતીય પ્રવક્તા સેદીકુલ્લાહ કુરેશીએ જણાવ્યું કે સોમવારે વરસાદ અને વીજળીના કારણે સુરખ રોડ જિલ્લામાં એક ઘરની છત તૂટી પડી હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના મોત નીપજ્યા હતા જ્યારે 4 લોકો ઘાયલ થયા હતા. કુરેશીએ જણાવ્યું કે વરસાદને કારણે લગભગ 400 ઘરો અને 60 ઇલેક્ટ્રિક પોલ ધરાશાયી થયા છે. અનેક વિસ્તારોમાં વીજળી ડુલ થઈ ગઈ છે. આ સાથે ઘણું નુકસાન પણ થયું છે જેનો આંકલન કરવામાં આવી રહ્યો છે.

એક કલાકમાં ભારે વિનાશ થયો
કહેવામાં આવી રહ્યું છે કે માત્ર એક કલાકમાં જ આટલી મોટી તબાહી સર્જાઈ હતી. આ દરમિયાન ભારે પવન અને વરસાદના કારણે ઘરોની છત અને સામાન ઉડી ગયો હતો. ઇન્ટરનેશનલ રેસ્ક્યુ કમિટી અફઘાનિસ્તાનના ડિરેક્ટર સલમા બેન આયેશાએ જણાવ્યું હતું કે તેમનું જૂથ મૂલ્યાંકન કરી રહ્યું છે અને કટોકટીની આરોગ્ય સેવાઓ પ્રદાન કરી રહ્યું છે. તેમણે અફઘાનિસ્તાનમાં આ દુર્ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: અલકા લાંબાએ જૂતા મારી બહાર કાઢી મૂકવાની આપી ધમકી, કોંગ્રેસની મહિલા નેતાનો આરોપ

બસ પલટી જતાં 17 લોકોના મોત થયા હતા
મંગળવારે સવારે એક બસ પલટી જવાથી ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા હતા અને 34 લોકો ઘાયલ થયા હતા અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એજન્સીના જણાવ્યા અનુસાર હાલ અકસ્માતનું કારણ જાણી શકાયું નથી. પરંતુ દેશમાં આ પ્રકારની ઘટનાઓ માટે રસ્તાઓની ખરાબ સ્થિતિ અને બેદરકાર ડ્રાઇવિંગને વારંવાર જવાબદાર ઠેરવવામાં આવે છે.