ફિલિપાઈન્સમાં વરસાદ બન્યો મોતનું કારણ, 7 લોકોએ કરી છેલ્લી પ્રાર્થના
દક્ષિણ ફિલિપાઇન્સ: સરકારના નાગરિક સુરક્ષા કાર્યાલયના પ્રાદેશિક વડા, એડનાર દયાંગિરાંગે ગુરુવારે તારીખ 18-1-2024ની રાત્રે માહિતી આપતા જણાવ્યું કે દાવો ડી ઓરો રાજ્યમાં સોનાની ખાણકામના શહેર મોનકેયોમાં દૂરના પર્વતીય ગામમાં ભૂસ્ખલન બાદ પાંચથી 10 લોકો ગુમ થયા છે. આ સાથે જ તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું કે દક્ષિણ ફિલિપાઈન્સમાં ભારે વરસાદને કારણે સર્જાયેલા ભૂસ્ખલનથી એક મકાન ધરાશાયી થયું હતું. જેમાં બાળકો સહિત ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે અને બે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ઘરમાં કરી રહ્યા હતા પ્રાર્થના
જયારે આ મકાન ધરાશાયી થયું ત્યારે ઘરની અંદર રહેલા લોકો પ્રાર્થના કરી રહ્યા હતા. આ માહિતી ત્યાના સ્થાનિક મીડિયા થકી જાહેર કરવામાં આવી છે. થોડા દિવસથી ભારે વરસાદના કારણે ઘણા બધા ગામોમાં પૂરની સ્થિતી જોવા મળી હતી. જેના કારણે લોકોને ભારે નુકશાન થયું હતું. લિપાઈન દ્વીપસમૂહમાં દર વર્ષે ઓછામાં ઓછા 20 તોફાનો અને ટાયફૂન આવે છે. આ પહેલા 2013ના વર્ષમાં 7,300 થી વધુ લોકો માર્યા ગયા હતા અને એમાંથી અડધા ગુમ થઈ ગયા હતા.
આ પણ વાચો: બોટ,બાળકો અને બહાના, ભૂલકાઓના જીવના જવાબદાર કોણ?
ગુજરાતમાં ગોઝારો ગુરુવાર
ગુજરાતમાં આવેલા વડોદરામાં ગઈ કાલે એટલે કે તારીખ 19-1-2024ના રોજ 12 બાળકો સહિત એક શિક્ષિકા અને મહિલા સુપરવાઇઝર મળી કુલ 14ને હરણી તળાવ ભરખી ગયું. બાળકોના જીવનનો આ છેલ્લો પ્રવાસ હતો જયારે મા-બાપે વ્હાલથી બાળકોને વળાવ્યા હતા. મા બાપને નહોતી ખબર કે પોતાના બાળકોને છેલ્લી વાર વિદાય આપી રહ્યા છે. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં કરુણાંકિત દ્રશ્યો સર્જાયા હતા. આ દુર્ઘટના મામલે રાજ્ય સરકારે જીલ્લા મેજીસ્ટ્રેટને તપાસ સોપવા નિર્ણય કર્યો છે. વાઘોડિયા રોડ પર સ્થિત ન્યુ સનરાઇઝ સ્કૂલના પ્રાથમિક વિભાગના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ આજે સવારે પર્યટન માટે હરણી તળાવ લેક ઝોન ખાતે આવ્યા હતા. આ પહેલા મોરબી બ્રિજ દુર્ઘટના ઑક્ટોબર 30, 2022ના થયો હતો. આ સમયે આ પુલ પર 400 લોકો પુલ પર હતા. ત્યારે સાંજે 5 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો. જેમાં સરકારી આંકડા અનુસાર 135 લોકોના મોત થયા હતા
આ પણ વાચો: થાઈલેન્ડમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 15 લોકોના મોત