રાહુલ તેવતિયાએ જોસ બટલરને તેની ‘ઐતિહાસિક’ સદી કેમ પૂર્ણ ન કરવા દીધી?

Rahul Tewatia on Jos Buttler Century: શનિવારે 2 મેચ રમાઈ હતી. જેમાં રાહુલ તેવતિયા અને જોસ બટલરનો જાદુ જોવા મળ્યો હતો. . તેવતિયાએ દિલ્હી કેપિટલ્સ સામે પોતાની શૈલીમાં ગુજરાત ટાઇટન્સને વિજય અપાવ્યો હતો. આ પછી હવે એક સવાલ દરેકને થઈ રહ્યો છે કે રાહુલે જોસ બટલરને સદી કેમ પૂર્ણ કેમ કરવા ના દીધી. આવો જાણીએ.

આ પણ વાંચો: આજે MI vs CSK વચ્ચે મહામુકાબલો, જાણો વાનખેડેની પિચ રિપોર્ટ

તેવતિયાએ આપ્યો ખુદ જવાબ
ગુજરાતને છેલ્લી ઓવરમાં 10 રન બનાવવાના હતા. આ સમયે રાહુલ અને બટલર મેદાનમાં હતા. પહેલા બોલ પર એક સિક્સર લાગી છતાં તેવતિયાએ એક પણ સિંગલ રન આપ્યો નહીં. બીજા બોલ પર તેણે ફોર ફટકારી હતી. આવું કરવાથી બટલર પોતાની ઐતિહાસિક સદી ચૂકી ગયો હતો. બટલરે 54 રનમાં 97 રન બનાવ્યા હતા. આ વાતનો જવાબ તેવતિયાએ ખુદ આપ્યો છે. તેણે કહ્યું કે જ્યારે છેલ્લી ઓવરમાં 10 રનની જરૂર હતી ત્યારે બટલરે મને ફક્ત એક જ વાત કહી હતી. મારી સદી વિશે ચિંતા ન કરો. તેણે કહ્યું કે ફક્ત તારી યોજનાનો અમલ કર અને સદી પર નહીં, પણ મેચ જીતવા પર ધ્યાન કેન્દ્રિત કર.”