રાહુલ ગાંધી બે દિવસીય ગુજરાત પ્રવાસે, પૂર્વ પ્રમુખો અને સિનિયર નેતાઓ સાથેની બેઠક પૂર્ણ

અમદાવાદ: લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેઓ અમદાવદ અરપોર્ટથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે પહોંચ્યા હતા. કોંગ્રેસ ભવન ખાતે PCCના પૂર્વ પ્રમુખો અને સિનિયર નેતાઓ સાથેની બેઠક પૂર્ણ થઈ છે. હાલમાં રાહુલ ગાંધીની પોલિટિકલ અફેર્સ કમિટી સાથે બેઠક શરૂ છે.
GPCC ખાતે બેઠકોનો ધમધમાટ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે રાહુલ ગાંધીની પૂર્વ પ્રમુખ અને પૂર્વ વિપક્ષી નેતા સાથેની બેઠક પૂર્ણ થઈ છે. જેમાં પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, પરેશ ધાનાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
GPCC ખાતે રાહુલ ગાંધીની પોલિટિકલ અફેર્સ કમિટી સાથે બેઠક શરૂ છે. જેમાં પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ હાજર છે.
કોંગ્રેસ ભવન ખાતે PCCના પૂર્વ પ્રમુખો અને સિનિયર નેતાઓ સાથે બેઠકમાં ગુજરાત કોંગ્રેસની હાલની સ્થિતિ અને બદલાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે કોંગ્રેસના આગામી કાર્યક્રમો અને સંગઠન બદલાવ અંગે ચર્ચા કરી હતી. 8-9 એપ્રિલે યોજાનાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનના આયોજન અંગે પણ ચર્ચા થઈ હતી.
આ બેઠક બાદ પોલિટીકલ અફેર્સ કમિટીના સભ્યો સાથે સંવાદ કરશે. બપોરે 2 કલાકે કોંગ્રેસના જિલ્લા પ્રમુખો સાથે સંવાદ કરશે. બાદમાં બપોરે 3 કલાકે તમામ ન.પાલિકાના કોંગ્રેસ પ્રમુખો સાથે સીધો સંવાદ કરશે. 5થી 7 વચ્ચે કોંગ્રેસ વિચારધારાના અન્ય લોકોને મળશે. રાહુલ ગાંધીનું રાત્રી રોકાણ અમદાવાદ ખાતે જ રહેવાનું છે.
રાહુલ ગાંધીની ગુજરાત મુલાકતને લઈ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહે જણાવ્યું કે, સમાજમાં બદલાવ લાવવા ગુજરાતમાં રાહુલ ગાંધીની મુલાકત ખૂબ મહત્વની છે. લોકોને કોઈ સાંભળતું નથી ત્યારે એક પોઝિટિવ એજન્ડા સાથે કોગ્રેસ આગળ વધશે. વર્ષો બાદ ગુજરાતમાં મોટી અને મહત્વની બેઠક મળી રહી છે. એપ્રિલમાં કોંગ્રેસની રાષ્ટ્રીય અધિવેશનની બેઠક મળી રહી છે.
રાહુલ ગાંધીની બે દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન 7 માર્ચનું કાર્યક્રમ
- 10:00 કલાકે: પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે પૂર્વ પીસીસી પ્રમુખો અને જીપીસીસીના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત.
- 10:30 કલાકે: પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે રાજકીય બાબતોની સમિતિની બેઠક.
- 13:30 કલાકે: પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખો સાથે મુલાકાત.
- 14:30 કલાકે: પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે બ્લોક કોંગ્રેસ પ્રમુખો સાથે મુલાકાત.