December 19, 2024

માત્ર તુવેર ટોઠા જ મહેસાણાના ફેમસ નથી રગડ પણ છે ચટાકેદાર, જૂઓ કેવી રીતે બને છે રગડ

Raggad Dal Recipe: શિયાળાની સિઝનમાં અલગ અલગ પ્રકાની વાનગીઓ દરેક વિસ્તારમાં બને છે. દરેક વિસ્તારની પોતાની વાનગી છે. જે સ્પેશિયલ શિયાળામાં જ બને છે. ત્યારે અમે તમારા માટે આજે ઉત્તર ગુજરાતની ફેમસ રગડ દાળની રેસીપી લઈને આવ્યા છીએ. આવો જાણીએ આ રીત.

સામગ્રી
સુવાની ભાજી, મેથીની ભાજી, ઘાણા, તાદરજાની ભાજી , કોબીજ, કાકડી, વટાણા, વાલોળ, ગાજર, ગીલોડી સરગવો, ગલકા, કારેલું, કેપ્સીકમ, વાલોડ, તુવેર, બટાકું, સુરણ, રતાળું, લીલું લસણ, લીલી ડૂંગરી, મગ દાળ, તુવેર દાળ, ચણા દાળ, અડદ દાળ, મસુરની દાળ, લીબુંનો રસ.

કેવી રીતે બનાવશો રગડ દાળ

પ્રથમ સ્ટેપ:
એક કુકરમાં પાણી લો. હવે તેમાં મીઠું અને હળદર નાંખો. હવે તેમાં બટાકું, સુરણ, રતાળું, વટાણા, વાલોળ, ફલાવર, ગાજર, કારેલા, કાકડી, ગિલોડી, સરગવો, ગલકા, કોબીજ, કેપ્સીકમ, સુવાની ભાજી, મેથીની ભાજી, ઘાણા, તાદરજાની ભાજી, કોથમી, ફરસી , ગવાર, વાલોળ, બીટ આ બધું એડ કરીને એક કુકરમાં એક સીટી વગાડી દો. બાફતા સમયે પાણી વધારે ના નાંખો. કેમકે બધા શાકભાજીમાં પાણી વધારે હોય છે.

બીજું સ્ટેપ:
શાકભાજી સરસ બફાઈ જાય પછી તને ક્રશ કરી લો. સારી રીતે ક્રશ થઈ જાય પછી તમારે એક કડાઈ લેવાની રહેશે. હવે તેમાં તમારે તેલ લેવાનું રહેશે. તેમાં થોડું ઘી પણ નાંખો. તેની અંદર જીરું નાંખો, હિંગ, સુકા મરચાં, મરી અને સીંગદાણા નાંખો, હવે તેમાં વરિયાળી નાંખો. હવે તેમાં તેમારે લીલું લસણ મરચાંની પેસ્ટ નાંખો. સારી રીતે હવે તેને પકાવો. હવે તમારે તેમાં ડુંગળીની પેસ્ટ નાંખવાની રહેશે. હવે તેમાં ટામેટાની પેસ્ટ એડ કરો. સ્વાદ પ્રમાણે મિઠું એડ કરો.

આ પણ વાંચો: પ્રોટીન અને આયનથી ભરપૂર છે પાલક પનીરના પરોઠા, આ રેસીપીથી ઘરે પણ બની જશે

ત્રીજું સ્ટેપ:
બાફેલી દાળને હવે તેમાં એડ કરો. હવે તેમાં બાફેલા વેજીટેબલ એડ કરો. થોડું પાણી નાંખીને પકાવો. હવે તમારે તેમાં લીબુંનો રસ અને ગોળ એડ કરવાનો રહેશે. લીલું લસણ અને ડુંગળી અને ટામેટા એડ કરો. હવે દાળમાં વઘાર કરવા માટે તેલ લો. લસણ અને મરચાં નાંખો. હવે તેમાં ચટણી નાંખો. હવે આ વઘારને દાળ ઉપર રેડો. તો તૈયાર છે રગડ દાળ.