‘પુષ્પા 2’ની 22મા દિવસે કમાણી ઘટી, તેમ છતાં તોડી શકે છે આ મોટો રેકોર્ડ
Pushpa 2 Box Office Collection Day 22: પુ ‘પુષ્પા 2’ તેની રિલીઝના ચોથા સપ્તાહમાં પણ ધૂમ મચાવી રહી છે. જોકે 22માં દિવસે ફિલ્મના કલેક્શનમાં ઘટાડો થયો છે. જોકે આ ફિલ્મે તેની રિલીઝના ત્રણ અઠવાડિયામાં તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. ત્રણ અઠવાડિયા થઈ ગયા હોવા છતાં આ ફિલ્મ જોવા લોકો મોટી સંખ્યામાં જઈ રહ્યા છે. દેશની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આવો જાણીએ કે રિલીઝના 22માં દિવસે કેટલી થઈ કમાણી.
આ પણ વાંચો: ‘ન તો કેપ્ટન્સી, ન ફિલ્ડિંગ..’ ભૂતપૂર્વ દિગ્ગજોએ રોહિત શર્માની કપ્તાની પર ઉઠાવ્યા સવાલ
‘પુષ્પા 2’ એ તેની રિલીઝના 22માં દિવસે કેટલું કલેક્શન કર્યું?
‘પુષ્પા 2’ને લોકો મોટી સંખ્યામાં જોઈ રહ્યા છે. દેશની સાથે વિદેશમાં પણ આ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એવું કહીએ તો પણ ખોટું નથી કે રોજ આ ફિલ્મ પર વરસાદની જેમ પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. રિલીઝના ત્રણ અઠવાડિયામાં તમામ ફિલ્મના રેકોર્ડ તોંડી નાંખ્યા છે. આ એવો રેકોર્ડ બનાવ્યો છે કે આવનારી ફિલ્મોને પણ આ રેકોર્ડ તોંડવો મુશ્કેલ સાબિત થશે. 22માં દિવસે ઘટાડો થયો છે, તેમ છતાં તેણે 9.6 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જે 22માં દિવસે સારું કલેક્શન છે.