July 2, 2024

નવા મેદાનમાં પંજાબનો વિજય; કરન અને લિયામના થયા ભારે વખાણ

અમદાવાદ: આઈપીએલ 2024ની બીજી મેચ ધમાકેદાર રહી હતી. જેમાં પંજાબ કિંગ્સે જીત પ્રાપ્ત કરી હતી. પંજાબ કિંગ્સે( PBKS) દિલ્હી કેપિટલ્સને (DC) ચાર વિકેટે હરાવ્યું છે. આ મેચનો જીતનો શ્રેય સેમ કરન અને લિયામ લિવિંગસ્ટોને જાય છે.

દિલ્હી કેપિટલ્સે આપ્યો લક્ષ્ય
મુલ્લાંપુરનાં નવા સ્ટેડિયમથી પંજાબ કિંગ્સે જીત સાથે શરૂઆત કરી દીધી છે. આ મેચ દરમિયાન કરન અને લિયામા ઝળક્યા હતા. આ મેચ દરમિયાન ધ એશિઝ શો જોવા મળ્યો હતો. આ મેચમાં અભિષેક પોરેલ પણ ચમક્યા હતા. જેમાં અભિષેકે માત્ર 10 બોલમાં 32 રન બનાવ્યા જેમાં 4 ફોર અને 2 સિક્સ મારવામાં આવી હતી. ઘણા સમય પછી કમબેક કરતા પંતને સ્ચેન્ડિંગ ઓવેશન પણ આપવામાં આવ્યું હતું.

પંજાબ કિંગ્સની શાનદાર જીત
પંજાબ કિંગ્સના કેપ્ટનની બીજી ઈનિંગમાં જોરદાર શરૂઆત જોવા મળી હતી. જેમાં તેણે 16 બોલમાં 22 રન બનાવ્યા હતા. પ્રભસિમરન સિંહેની વાત કરવામાં આવે તો તેણે 17 બોલમાં 26 26 રન બનાવ્યા છે. જોની બેયરસ્ટો 3 બોલમાં 9 રન બનાવીને રનઆઉટ થઈ ગયો હતો. ખલીલ અહેમદે 19મી ઓવરમાં સતત 2 વિકેટ લીધી હતી અને મેચને એક દમ રોમાંચક બનાવી દીધી હતી. લિયામ લિવિંગસ્ટોને આ મેચનો શ્રેય આપવામાં આવી રહ્યો છે. કારણ કે તેણે 21 બોલમાં 38 રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં એવું કહી શકાય કે આઈપીએલમાં ઓશિઝ શો, કાંગારૂઓ પર અંગ્રેજો ભારે પડ્યા હતા.