PSMC ટાટાના રૂ. 1 લાખ કરોડના મેગા સેમિકન્ડક્ટર પ્લાન્ટ સાથે જોડાશે

Tata Sons: ગુજરાતના ધોલેરામાં ટાટા ગ્રૂપના વિશાળ સેમિકન્ડક્ટર પ્લાન્ટને હવે તાઈવાનની દિગ્ગજ કંપની PSMCનો ટેકો મળ્યો છે. PSMC ટાટા ઈલેક્ટ્રોનિક્સના આ પ્લાન્ટને ડિઝાઈન અને કન્સ્ટ્રક્શન સપોર્ટ આપશે. બંને કંપનીઓના અધિકારીઓ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને દેશમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ અંગે ચર્ચા કરી હતી.
Had a great meeting with the leadership team of Tata Sons and PSMC. They shared updates on their Semiconductor manufacturing projects. PSMC expressed enthusiasm to further expand its footprint in India. pic.twitter.com/uyriq9qiLb
— Narendra Modi (@narendramodi) September 26, 2024
પીએમ મોદીએ બંને કંપનીઓના અધિકારીઓ સાથે મુલાકાત કરી
આ બેઠક બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ટાટા સન્સ અને PSMCના ટોચના નેતૃત્વ સાથેની બેઠક દરમિયાન, ભારતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. PSMC ભારતને લઈને ઉત્સાહિત છે અને અહીં તેનો બિઝનેસ વિસ્તારવા માંગે છે. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે પીએસએમસીની ટેક્નોલોજી અને કુશળતા ટાટા ઈલેક્ટ્રોનિક્સ માટે સેમિકન્ડક્ટર બનાવવાનું વધુ સરળ બનાવશે. ગુજરાતનો ધોલેરા પ્લાન્ટ AI સપોર્ટ સાથે ચાલનાર ભારતનો પ્રથમ પ્લાન્ટ હશે. ટાટા ઈલેક્ટ્રોનિક્સે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગમાં પ્રથમ સ્થાન હાંસલ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. તેમણે કહ્યું કે અમે અહીંથી આખી દુનિયામાં ચિપ્સ સપ્લાય કરીશું.
ટાટા પ્લાન્ટ આશરે 1 લાખ નોકરીઓનું સર્જન કરશે!
ટાટા ગ્રુપનો આ ચિપ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અંદાજે 91 હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. આ પ્લાન્ટની મદદથી લગભગ 1 લાખ નોકરીઓનું સર્જન થવાની આશા છે. PSMC CEO ફ્રેન્ક હુઆંગના જણાવ્યા અનુસાર, ટાટા ગ્રુપ સાથેની અમારી ભાગીદારીથી બંને કંપનીઓને ફાયદો થશે. ભારતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આનાથી તાઇવાનની કંપનીઓને અહીં ઝડપથી પોતાનો પગપેસારો કરવામાં મદદ મળશે.