December 14, 2024

હિંદુઓની રક્ષા કરો! અલ્પસંખ્યકો પરના હુમલાઓથી ભડક્યું અમેરિકા

Bangladesh: યુનાઇટેડ સ્ટેટ્સે બાંગ્લાદેશમાં ધાર્મિક અને વંશીય લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો છે અને કહ્યું છે કે તેઓ બાંગ્લાદેશના વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા સંચાર સલાહકાર જોન કિર્બીએ ગુરુવારે (12 ડિસેમ્બર) વ્હાઇટ હાઉસમાં એક પ્રેસ બ્રીફિંગમાં આ વાતનો ખુલાસો કર્યો.

એક અહેવાલ મુજબ, એક પત્રકારે પ્રશ્ન પૂછતા કહ્યું કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઘણા હિંદુ અમેરિકન જૂથો દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સપ્તાહના અંતે વ્હાઇટ હાઉસની બહાર એક માર્ચ કાઢવામાં આવી હતી. તેઓ શેખ હસીનાની સરકારના પતન પછી “બાંગ્લાદેશમાં હિંદુઓ અને મંદિરોની તોડફોડ” સામે વિરોધ કરી રહ્યા છે. તેમણે પૂછ્યું કે શું યુએસ પ્રમુખ આ મુદ્દાઓથી વાકેફ છે અને શું તેમણે યુએનની બેઠક દરમિયાન બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા ડો. મુહમ્મદ યુનુસ સાથેની તેમની મુલાકાત દરમિયાન આ વિશે વાત કરી હતી.

જાણો અમેરિકાએ શું જવાબ આપ્યો?
જવાબમાં જ્હોન કિર્બીએ કહ્યું, “અમે આને ખૂબ જ નજીકથી ફોલો કરી રહ્યા છીએ અને રાષ્ટ્રપતિ પણ ઘટનાઓને નજીકથી ફોલો કરી રહ્યા છે. પૂર્વ વડાપ્રધાનની હકાલપટ્ટી પછી બાંગ્લાદેશમાં સુરક્ષાની સ્થિતિ મુશ્કેલ બની હતી અને અમે વચગાળાની સાથે મળીને કામ કરી રહ્યા છીએ. સરકાર આ પડકારને પહોંચી વળવા માટે તેમના કાયદા અમલીકરણ અને સુરક્ષા સેવાઓની ક્ષમતામાં વધારો કરશે.”