દિલ્હી ચૂંટણી પરિણામ પર પ્રિયંકા ગાંધીનું પહેલું નિવેદન

Priyanka Gandhi: દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ભાજપની ભવ્ય જીત થઈ છે અને આમ આદમી પાર્ટીની કારમી હાર થઈ છે. આ વચ્ચે પ્રિયંકા ગાંધીનું પહેલું નિવેદન સામે આવ્યું છે. પ્રિયંકાએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યો છે.
આ પણ વાંચો: નિમુબેન બાંભણીયાના હસ્તે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
લોકો કંટાળી ગયા હતા
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પર કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ નિવેદન આપ્યું છે. હું જે રીતે લોકોને મળી રહી હતી તે પરથી સ્પષ્ટ હતું કે લોકો પરિવર્તન લાવવા માંગે છે. લોકો કંટાળી ગયા હતા. જીતનારઓને અભિનંદન. આપણે હજૂ મહેનત કરતા રહેવી પડશે. આપણે લોકોની સમસ્યાના મુદ્દાઓ ઉઠાવતા રહીશું.