PM મોદીની 121મી ‘મન કી બાત, પહલગામ આતંકી હુમલા પર વ્યક્ત કર્યું દુ:ખ

Delhi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ મન કી બાતના 121મા એપિસોડમાં રાષ્ટ્રને સંબોધન કર્યું. આ દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યું કે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી સમગ્ર દેશ દુઃખી છે. આતંકવાદી હુમલાની તસવીરો જોઈને દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે. આ હુમલો આતંકવાદીઓની કાયરતા દર્શાવે છે. કાશ્મીરમાં શાંતિ પાછી ફરી રહી હતી. બાંધકામ કાર્યને વેગ મળ્યો હતો. પ્રવાસીઓની સંખ્યામાં રેકોર્ડ વધારો થયો હતો. આવક થઈ રહી હતી. આતંકવાદીઓને આ ગમ્યું નહીં. આતંકવાદ સામેના આ યુદ્ધમાં 140 કરોડ ભારતીયોની એકતા સૌથી મોટી તાકાત છે. આ એકતા આપણી લડાઈનો આધાર છે.
આજે દુનિયા જોઈ રહી છે કે આતંકવાદી હુમલા પછી આખો દેશ એક સ્વરમાં બોલી રહ્યો છે. ભારતના લોકોમાં જે ગુસ્સો છે તે સમગ્ર દુનિયામાં અનુભવાઈ રહ્યો છે. વૈશ્વિક નેતાઓએ મને ફોન કર્યો. બધાએ આ જઘન્ય આતંકવાદી હુમલાની સખત નિંદા કરી છે. મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. આ લડાઈમાં આખી દુનિયા આપણી સાથે છે. હું પીડિત પરિવારોને ખાતરી આપું છું કે તેમને ન્યાય મળશે. કાવતરાખોરોને કડક સજા મળશે.
આ પણ વાંચો: ભારતની ઝડપી કાર્યવાહીથી પાકિસ્તાનમાં ફફડાટ, તબીબી કર્મચારીઓની રજા રદ