July 4, 2024

હવે કાશ્મીરમાં સમય બદલાયો, પહેલાં કાયદા પણ લાગુ નહોતા થતાઃ મોદી

નરેન્દ્ર મોદી કાશ્મીરના પ્રવાસે આવ્યા છે.

PM Modi Kashmir Visit: કલમ 370ની કલમ હટાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત કાશ્મીરની મુલાકાતે છે. શ્રીનગરના બક્ષી સ્ટેડિયમ ખાતે ‘વિકસિત ભારત, વિકસિત જમ્મુ-કાશ્મીર’ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન વડાપ્રધાને અનેક વિકાસ યોજનાઓનું અનાવરણ કર્યું હતું. પીએમ મોદીની રેલી દરમિયાન 6400 કરોડ રૂપિયાના 52 વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ઉદ્ઘાટન કર્યું.

પીએમ મોદીએ પરિવારવાદ અને ભ્રષ્ટાચાર પર આકરા પ્રહારો કર્યા
કાશ્મીર મુલાકાત દરમિયાન પીએમ મોદીએ સંબોધન કર્યું હતું. જેમાં પીએમ મોદીએ કહ્યું જમ્મુ-કાશ્મીરમાં અગાઉની સરકારો દરમિયાન પરિવારવાદ અને ભત્રીજાવાદની બોલબાલા હતી. રાજ્ય પરિવારવાદનું મુખ્ય લક્ષ્ય રહ્યું હતું. પરિવારવાદી લોકો મોદી પર વ્યક્તિગત હુમલા કરી રહ્યાં છે. દેશના ખૂણે ખૂણે લોકો કહી રહ્યા છે – હું છું મોદીનો પરિવાર. કાશ્મીરના લોકો પણ કહી રહ્યા છે – હું છું મોદીનો પરિવાર.

આ નવું કાશ્મીર છેઃ પીએમ મોદી
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘આ નવું જમ્મુ-કાશ્મીર છે જેની આપણે બધા ઘણા દાયકાઓથી રાહ જોઈ રહ્યા હતા.આ એ જ નવું જમ્મુ-કાશ્મીર છે જેના માટે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. આ નવા જમ્મુ-કાશ્મીરની આંખોમાં ભવિષ્ય ચમકી રહ્યું છે, આ નવા જમ્મુ-કાશ્મીરમાં તેના ઈરાદાઓમાં પડકારોને પાર કરવાની હિંમત છે.’

એક સમય હતો જ્યારે કાશ્મીરમાં દેશના કાયદા લાગુ થતાં નહોતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘એક સમય હતો જ્યારે દેશમાં જે કાયદા લાગુ હતા તે કાશ્મીરમાં લાગુ નહોતા થતાં. એક સમય એવો હતો જ્યારે સમગ્ર દેશમાં ગરીબ કલ્યાણ યોજનાઓ લાગુ કરવામાં આવતી હતી પરંતુ જમ્મુ-કાશ્મીરના મારા ભાઈ-બહેનો તેનો લાભ લઈ શકતા ન હતા. હવે જુઓ કે જમાનો કેટલો બદલાયો છે. આજે શ્રીનગરથી તમારા સાથે સમગ્ર ભારત માટે યોજનાઓનો શુભારંભ થઇ રહ્યો છે.

પીએમ મોદીએ ‘વેડ ઈન ઈન્ડિયા’ની કરી અપીલ
વડાપ્રધાને કહ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતનું મસ્તક છે. માથું ઊંચું રાખવું એ વિકાસ અને આદરનું પ્રતીક છે. પીએમ મોદીએ લોકોને ‘વેડ ઈન ઈન્ડિયા’ની અપીલ કરી હતી. તેમણે લોકોને કહ્યું કે તમે વિદેશના લોકો સાથે લગ્ન કરો છો જેના કારણે દેશની અર્થવ્યવસ્થાને મજબૂત થઇ રહી છે. વધુમાં પીએમ મોદીએ કહ્યું હું તમારું દિલ જીતવા માટે સખત મહેનત કરી રહ્યો છું અને ભવિષ્યમાં પણ આ પ્રયાસ ચાલુ રહેશે. આ મોદીની ગેરંટી છે. પૃથ્વી પર આ સ્વર્ગમાં આવવાની આ લાગણી શબ્દોમાં કહી શકાય તેમ નથી.

પીએમએ મધમાખી ઉછેર કરનાર લોકો સાથે વાત કરી
પીએમ મોદીએ પુલવામા રહેનાર મધમાખી ઉછેર કરનાર નાઝીમ નઝીર સાથે વાત કરી હતી.નાઝિમે કહ્યું કે મારા ઘરની છત પર મધમાખીની બે પેટીઓ રાખવામાં આવી હતી. જ્યારે હું શાળામાં ભણતો હતો. આ પેટીઓ વધારવા માટે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું હતું ત્યારબાદ 60 હજારની લોન લીધી અને હવે હાલ 200 પેટીઓ મારી પાસે છે. નાઝિમે પીએમ મોદી સાથે સેલ્ફી લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.જેના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે હું એસપીજીને પણ કહીશ આ કાર્યક્રમ પછી હું તમારી સાથે સેલ્ફી લઈશ.

પીએમ મોદી રેલી પહેલા શંકરાચાર્ય ટેકરી પર પહોંચ્યા
જનસભા પહેલા વડાપ્રધાન શંકરાચાર્ય ટેકરી પર પહોંચ્યા હતા અને દૂરથી નમન કર્યા હતા. આ અંગે વડાપ્રધાને X પર લખ્યું કે, ‘થોડા સમય પહેલા શ્રીનગર પહોંચ્યા પછી મને દૂરથી ભવ્ય શંકરાચાર્ય હિલ જોવાની તક મળી.’