July 2, 2024

PM મોદીએ જીપમાં કાઝીરંગા નેશનલ પાર્કની મુલાકાત લીધી, હાથી પર સવારી પણ કરી

PM Modi Assam Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામ અને અરુણાચલ પ્રદેશની બે દિવસીય મુલાકાતે શુક્રવારે સાંજે તેજપુર પહોંચ્યા હતા. તેજપુરમાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંથી કાઝીરંગા નેશનલ પાર્ક પહોંચ્યા હતા. આ દરમિયાન સમગ્ર રસ્તા પર પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શુક્રવારે કાઝીરંગામાં રાત્રિ રોકાણ કર્યા પછી, બીજા દિવસે સવારે કાઝીરંગા નેશનલ પાર્કમાં હાથી અને જીપ પર સફારીનો આનંદ માણ્યો હતો.

પીએમ મોદી શનિવારે ઇટાનગર આવશે અને 20થી વધુ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન શિલાન્યાસ કરશે.પીએમ નરેન્દ્ર મોદી વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ, વિશ્વની સૌથી વધુ ઊંચાઈ (13000 ફૂટ) પર બનેલી સૌથી લાંબી ટનલ (સેલા પાસ) દેશને સમર્પિત કરશે. આ ડબલ લેન ઓલ-વેધર ટનલ અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામિંગ અને તવાંગ જિલ્લાઓને જોડશે. નોંધનીય છે કે LAC સુધી પહોંચવાનો આ એકમાત્ર રસ્તો છે. દેશના બીજા વડાપ્રધાન છે જેણે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ કાઝીરંગા નેશનલ પાર્કની મુલાકાત લીધી છે. જેને લઈને સ્થાનિક લોકો અને અધિકારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

લચિત બારફોકનની 125 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે
પીએમ મોદી શનિવારે તેઓ કાર્યક્રમોમાં ભાગ લેવા ઇટાનગર આવશે. અરુણાચલ પ્રદેશ પછી, વડા પ્રધાન બપોરે જોરહાટ પાછા ફરશે અને હોલોંગાથર ખાતે પ્રખ્યાત અહોમ યોદ્ધા લચિત બોરફૂકનની 125 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે.જેને ‘સ્ટેચ્યુ ઓફ વૈલોર’ નામ આપવમાં આવ્યું છે. પીએમ મોદી જોરહાટના મેલેંગ મેટેલે પોથારમાં એક જાહેર સભાને સંબોધિત કરશે અને વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા રૂ. 18 હજાર કરોડના મૂલ્યના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, લોકાપર્ણ અને શિલાન્યાસ કરશે.

Arunachal Pradesh, Mar 08 (ANI): A view of the Sela Tunnel, which will be dedicated to the nation by PM Narendra Modi on March 09, on Friday. (ANI Photo)

આસામને કરોડો રૂપિયાની ભેટ આપશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી રૂ. 768 કરોડના ખર્ચે ડિગબોઇ રિફાઇનરીના 0.65 મિલિયન મેટ્રિક ટનથી 1 મિલિયન મેટ્રિક ટન સુધી વિસ્તરણ માટે ગુવાહાટીમાં IOCLના બેથકુચી ટર્મિનલનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરશે અને રૂ. 510 કરોડના ખર્ચે ગુવાહાટી રિફાઇનરીના 1 મિલિયન મેટ્રિક ટનથી 1.2 મિલિયન મેટ્રિક ટન સુધી વિસ્તરણ માટે શિલાન્યાસ કરશે. પીએમ મોદી બરૌનીથી ગુવાહાટી સુધીના 3.992 કરોડ રૂપિયાના પાઈપલાઈન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.

પીએમ મોદી PM-ડિવાઇન યોજના હેઠળ તિનસુકિયા મેડિકલ કોલેજનું ઉદ્ધાટન કરશે અને શિવસાગર મેડિકલ કોલેજનો શિવાન્યાસ અને બી. બરુઆ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ગુવાહાટીમાં ચાઈલ્ડ કેર યુનિટનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન જોરહાટના મેલેંગ મેટેલી પોથારથી શિવસાગર મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે.આ ઉપરાંત મોદી ધૂપધરાથી છાયગાંવ અને ન્યૂ બોંગાઈગાંવથી સરભોગ સુધીની રેલ લાઈનોને બમણી કરવાના બે રેલવે પ્રોજેક્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. મોદી વર્ચ્યુઅલ માધ્યમથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા 5 લાખ 50 હજાર આવાસ એકમોના હાઉસ વોર્મિંગ સમારોહમાં પણ હાજરી આપશે.

વડાપ્રધાન સિલીગુડીમાં રેલી કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સાંજે ઉત્તર બંગાળના સિલિગુડી પહોંચશે અને સાંજે જાહેરસભા યોજશે.આ રેલીને સફળ બનાવવા માટે ભાજપ તમામ પ્રયાસો કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર બંગાળ ભાજપનો ગઢ માનવામાં આવે છે. વડાપ્રધાન આ રેલી દ્વારા ઉત્તર બંગાળની આઠ લોકસભા બેઠકોના મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે.