December 23, 2024

મેડિકલની પરીક્ષાનો એક્સ-રે

Prime 9 With Jigar:  મેડિકલ કોલેજોમાં એડમિશન માટેની NEET-UGનાં પેપર ફૂટી ગયાં. જેનો વિવાદ ચાલી રહ્યો છે. બીજી તરફ યુજીસી-નેટનું પેપર ફૂટી જતાં એને રદ કરવાની ફરજ પડી હતી. આ કારણે દેશભરમાં આક્રોશ છે ત્યાં 23 જૂનની NEET-PG પણ રદ કરવામાં આવતાં નવો વિવાદ સર્જાયો છે. તમે સમાચારોમાં NEETની પરીક્ષાઓ વિશે ખૂબ વાંચ્યું હશે, પરંતુ આજે અમે તમને જણાવીશું કે, આખરે દેશમાં NEETની પરીક્ષામાં શા માટે સુપર સ્પેશ્યલ છે. UGC-NET દેશભરની કોલેજોમાં અન્ડર ગ્રેજ્યુએટ કોર્સીસમાં આસિસ્ટન્ટ પ્રોફેસર એટલે કે લેક્ચરરની ભરતી માટેની લાયકાત કેળવવાની પરીક્ષા છે. દેશની અન્ડર ગ્રેજ્યુએટ કોલેજોમાં અલગ અલગ વિષયો ભણાવવા માટેની લાયકાત કેળવવા UGC-NET એટલે કે, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન-નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ પાસ કરવી ફરજિયાત છે. આ પરીક્ષા પાસ કરનારને કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની નોકરી મળે છે.

NEET દેશની સૌથી મોટી પરીક્ષા

  • લગભગ 12 લાખ વિદ્યાર્થી આપે છે UGC-NET.
  • આ બહું મોટી સ્પર્ધા.
  • દેશના યુવા ધનને તૈયાર કરનારા ભાવિ અધ્યાપકો માટે પરીક્ષા.
  • UGC-NET આપવા માટેની લાયકાત કોઈ પણ વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએશન.
  • UGC-NET પરીક્ષા બહું ટફ ગણાય.
  • PhD ડિગ્રીની સમકક્ષ લાયકાત.
  • UGC-NET પરીક્ષાનું પરિણામ 5 ટકાથી પણ ઓછું.
  • NEET-PG પણ મહત્ત્વની પરીક્ષા.
  • આ પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થી MBBS થયા હોય.
  • પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માટે NEET-PGની પરીક્ષા પાસ કરવી પડે.
  • NEET-PGના આધારે જ તેમનું પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન નક્કી થાય.
  • ભવિષ્યમાં કોણ સર્જન કે હાર્ટ સ્પેશિયાલિસ્ટ બનશે એનો આધાર NEET-PG પર.
  • હવે, આ પરીક્ષા પણ શંકાના દાયરામાં આવી ગઈ.
  • સૌથી વધારે હોબાળો નીટ પરીક્ષા મુદ્દે થયો.

નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ અંડરગ્રેજ્યુએટ અથવા NEET-UG પહેલાં ઓલ ઈન્ડિયા પ્રિ-મેડિકલ ટેસ્ટ એટલે કે AIPMT તરીકે ઓળખાતી હતી.

અન્ડર ગ્રેજ્યુએટ મેડિકલ પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવતી આ પરીક્ષા તબીબી કાર્યક્રમોમાં પ્રવેશ માટે ફરજિયાત હોવાના કારણે અરજદારોની સંખ્યાની દૃષ્ટિએ ભારતની સૌથી મોટી પરીક્ષા છે.

આ રીતે બનાય છે ડૉક્ટર

  • 720 માર્ક્સની ‘નીટ’, 180 પ્રશ્નો પૂછાય.
  • NEET UG મહત્ત્વની.
  • NEET UGના માર્ક્સના આધારે મેડિકલ કોલેજોમાં એડમિશન મળે.
  • જેમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ સામેલ.
  • MBBS સહિતના અન્ડર ગ્રેજ્યુએટ કોર્સીસ માટે NEET પાસ કરવી ફરજિયાત.
  • ભારતની 706 મેડિકલ કોલેજોમાં 108,915 MBBS બેઠકો.
  • આ બેઠકો પર પ્રવેશ માટે NEET UG પાસ કરવી ફરજિયાત.
  • ભારતમાં તો આ પરીક્ષા અનિવાર્ય.
  • ઘણી વિદેશી યુનિવર્સિટી પણ NEET UG કટઓફ જરૂરી.
  • આ કટઓફના આધારે ભારતીય વિદ્યાર્થીઓને એડમિશન આપે છે આ યુનિવર્સિટીઝ.
  • આ કારણે ડૉક્ટર બનવા માગતા વિદ્યાર્થીઓ માટે NEET UG સૌથી મહત્ત્વની.
  • 2 પ્રકારના કટઓફ હોય.
  • NEET UGનું એક કટઓફ એડમિશન કટઓફ હોય.
  • બીજું ક્વોલિફાઇંગ કટ ઓફ હોય.
  • કટઓફ માર્ક્સના આધારે ક્યા ઉમેદવારે NEETની પરીક્ષા પાસ કરી એ ખબર પડે.
  • NEET UG એડમિશન કટઓફની જરૂર મેડિકલ કોલેજમાં એડમિશન વખતે પડે.
  • મનપસંદ કોલેજમાં એડમિશન માટે NEET UG એડમિશન કટઓફ જરૂરી.
  • ઘણી મેડિકલ કોલેજોમાં હાઇએસ્ટ માર્ક્સ તેમજ અન્ય આધાર પર એડમિશન મળે.
  • NEET UG કટઓફ નેશનલ તેમજ સ્ટેટ લેવલ બંને સ્તરે રિલીઝ કરાય.
  • NEET કટઓફ જાહેર થયા બાદ જ કાઉન્સલિંગ પ્રોસેસ શરૂ થાય.
  • ભારતીય વિદ્યાર્થીઓની પહેલી પસંદગી ભારતની મેડિકલ કોલેજ જ હોય.

કોઈ ભારતીય વિદ્યાર્થીને ભારતની 706 મેડિકલ કોલેજમાં એડમિશન ના મળે તો પણ ક્વોલિફાઈંગ કટ ઓફમાં તેનું નામ હોય તો ફાયદો થાય છે. એનું કારણ એ કે, ઘણી વિદેશી મેડિકલ કોલેજ NEET UG ક્વોલિફાઇંગ કટઓફના આધારે ભારતીય વિદ્યાર્થીઓને એડમિશન આપે છે. NEETમાં ગેરરીતિઓ થાય એ આઘાતજનક લાગે છે કેમ કે NEET આપનારા વિદ્યાર્થીઓ દેશના સૌથી તેજસ્વી વિદ્યાર્થીઓ ગણાય છે. મેડિકલ કોર્સીસમાં જવા માગતા મોટા ભાગના વિદ્યાર્થીઓ બે વર્ષથી તૈયારીઓ કરતા હોય છે.

આકરી મહેનત પર પાણી ફરી વળ્યું

  • અનેક વિદ્યાર્થી આઠમાં ધોરણથી તૈયારી કરતા હોય.
  • આ વર્ષે 24 લાખ વિદ્યાર્થીઓએ NEET આપી.
  • બીજી કોઈ પરીક્ષામાં આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બેસતા નથી.
  • મહેનતનું ફળ ના મળે અને ભ્રષ્ટાચાર થાય એ આઘાતજનક.
  • ધનિકો કે વગદારોનાં સંતાનો મેરિટ લિસ્ટમાં આવી જાય છે.
  • આ પરીક્ષા આ જ મુદ્દે હોબાળો.
  • હોંશિયાર વિદ્યાર્થીઓને પોતાના ભાવિ સાથે છેડછાડ થઈ હોવાનું લાગ્યું.
  • જેના લીધે વિદ્યાર્થીઓમાં આક્રોશ.

કેન્દ્ર સરકાર પહેલાં કોઈ ગરબડ નથી થઈ એવું કહેતી હતી. જોકે, પછી પેપર ફૂટ્યું હોવા સહિતનો વ્યાપાક ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવ્યું. આ વાલીઓ અને વિદ્યાર્થીઓની સંખ્યા બહું મોટી છે તેથી આ વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. લોકસભાની ચૂંટણીનાં પરિણામોના દિવસે એટલે કે ચોથી જૂને NEETનું પરિણામ જાહેર થયું એ સાથે જ આ વિવાદ શરૂ થયો.

ગરબડની શંકા શા માટે ?

  • NTAએ 14 જૂને પરિણામ જાહેર કરવાની કરી હતી ઘોષણા
  • જોકે, 10 દિવસ પહેલાં જ પરિણામ જાહેર કરી દીધું
  • NTAને શું ઉતાવળ આવી ગઈ ?
  • દસ દિવસ પહેલાં પરિણામ કેમ જાહેર કરી દીધાં ?
  • આ પરીક્ષામાં 67 વિદ્યાર્થીને પૂરેપૂરા માર્ક્સ મળ્યા હતા
  • જેના કારણે પણ ઘણાંનાં ભવાં ખેંચાયાં
  • આટલી મોટી સંખ્યામાં ટોપ રેન્કર્સ હોય એવું પહેલી વાર બન્યું
  • ટોપ રેન્કર્સમાં 67 વિદ્યાર્થીમાંથી 6 વિદ્યાર્થી હરિયાણાના બહાદુરગઢના
  • આ વાત પણ શંકાસ્પદ
  • મેરિટ લિસ્ટમાં 68 અને 69 રેન્ક ધરાવનારા બંને વિદ્યાર્થી પણ બહાદુરગઢના
  • એક જ સેન્ટરમાંથી અચાનક જ 6 ટોપર કઈ રીતે બની ગયા એ સવાલ
  • NTAનો દાવો હતો કે, આ અંગે તેણે તપાસ કરી છે પણ કશું શંકાસ્પદ મળ્યું નથી
  • હવે, NTA પોતે જ શંકાના દાયરામાં છે ત્યારે તેના દાવાને કોઈ સાચો ના જ માને
  • NEET દ્વારા વિગતવાર પરિણામ જાહેર કરાયાં એ પછી વિવાદો વધતા ગયા

ભારતમાં કોલેજના અભ્યાસક્રમોમાં એડમિશન માટે લેવાતી સૌથી અઘરી મનાતી પરીક્ષાઓમાં નીટ પણ સામેલ છે.

દેશમાં મહત્ત્વની પરીક્ષાઓ

  • દેશની IIT સહિતની ટોચની એન્જિનિયરિંગ કોલેજો માટેની JEE Mains.
  • ટોચની કાયદાની કોલેજો માટેની Common Law Admission Test.
  • દેશનાં સંરક્ષણ દળોમાં અધિકારી બનવા માટે NDAમાં પ્રવેશની પરીક્ષા.
  • UPSC સિવિલ સર્વિસ એક્ઝામિનેશન.
  • ગ્રેજ્યુએટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ.
  • IIMમાં પ્રવેશ માટેની કોમન એડમિશન ટેસ્ટ.

ભારતમાં વર્ષોથી બ્રેઈન ડ્રેઇનની સમસ્યા બહું મોટી છે. ભારતમાંથી તેજસ્વી વિદ્યાર્થીઓ દેશ છોડીને જતા રહે છે એવી ફરિયાદો આપણે બહું સાંભળીએ છીએ.

NEETના તમાશાને કારણે આ વિદ્યાર્થીઓ સાચા ઠરી રહ્યા છે. મેડિકલ જેવા લોકોના જીવન સાથે પનારો પાડવાનો છે એવા કોર્સમાં એડમિશન માટેની NEET જેવી પરીક્ષામાં પણ ભ્રષ્ટાચાર થતો હોય તો તેજસ્વી વિદ્યાર્થીઓને ભારતમાં પોતાનું ભાવિ સુરક્ષિત ના લાગે એ સ્વાભાવિક છે.

આ સંજોગોમાં સરકારે ભવિષ્યમાં આ બધી પરીક્ષાઓમાં કોઈ ગરબડ ના થાય અને વિદ્યાર્થીઓ નચિંત બનીને પરીક્ષા આપી શકે એવો માહોલ સર્જવો જોઈએ.

NEET સહિતની પરીક્ષામાં સફળ ના થનારા વિદ્યાર્થીઓ હતાશ થઈને આપઘાત કરી લે છે. દેશનું ભાવિ મનાતા કિશોરોમાં આ હતાશા ના આવે એ જોવાની જવાબદારી સરકારની છે.