અમરેલીમાં કસ્તુરી ડુંગળીમાં બાફિયા નામનો રોગ આવ્યા બાદ ભાવ ગગડી ગયા, ખેડૂતોની હાલત કફોડી બની

દશરથસિંહ રાઠોડ, અમરેલી: એક તરફ સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરવી છે તો બીજી તરફ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા નથી. જેથી પરસેવાની કાળી મજૂરી કરીને કસ્તુરી પકવતા ખેડૂતોને માથે ઓઢીને રોવાના દિવસો આવ્યા હોય તેમ અમરેલી જિલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

સફેદ ડુંગળી અને લાલ ડુંગળી બે વકલમાં થાય છે ને હાલ ગરીબોની ગણાતી કસ્તુરી ડુંગળીમાં બાફિયા નામના રોગ આવ્યો બાદ ડુંગળીના ભાવો સાવ ગગડી જતાં ડુંગળીની ખેતી કરતા ખેડૂતોને આ વખતે પછતાવવાનો વારો આવ્યો હોય તેમ સફેદ ડુંગળીના માત્ર 100થી 150 જેવા 1 મણના ભાવો મળે છે. તો લાલ ડુંગળીના 150થી 200ની અંદર ભાવો રહેતા ખાતર, બિયારણ, દવા અને મજૂરીના પૈસા પણ ઉભા થાય તેવી સ્થિતિ નથી અને ખેડૂતોએ આ વખતે કસ્તુરીનું વાવેતર વધુ કર્યું હોય ને હાલ ભાવો સાવ નીચા આવી જતા ખેડૂતો જાયે તો જાયે ક્યાં જેવી સ્થિતિ નિર્માણ પામી છે.

ખાંભાના ભુપતભાઈ પરમાર નામના ખેડૂતે 3 વીઘામાં 90,000 હજારનો ખર્ચ થયો ને 140 થેલા ડુંગળીના ઉતારો આવ્યો છે. ડુંગળી વેચવા જાય તો 80 હજાર જેવી રકમ જ મળે તેમ છે. ત્યારે 3 વિઘામાં જ 30 હજારની નુકશાની જવાની ભિતી છે. ત્યારે નરેશભાઈ 7 વિઘામાં ડુંગળીનું વાવેતર કરીને ડુંગળી વાવવાના 7 હજાર થયા હતા. તો 8 હજારનો ડુંગળીનો રોપ ને હવે ડુંગળી કાઢવાના 10 હજાર મજૂરી થશે. જ્યારે 1350નું DAP ખાતર, 1700 રૂપિયાનો પોટાશ, યુરિયા ને દવા છાંટવાના એક પંપના 150 થઈને 125થી 150 જેવી રકમ 1 મણની સરેરાશ ગણે તો પણ ખેડૂતોને ખોટનો વેપાર કસ્તુરીમાં થયો હોવાનો વસવસો વ્યક્ત કરતા ખેડૂતોએ કસ્તુરીની ખેતીમાં ખોટનો ધંધો કર્યો હોય ને મજૂરીના પણ પૈસા માથે પડે તેવી આપવીતી વર્ણવી હતી. હવે જગતના તાત ગળેફાંસો ખાય તેવું બીના વર્ણવી હતી. ત્યારે અન્ય ખેડૂતો પણ આજ દુઃખણાનું વર્ણન કર્યું હતું.

મહુવા યાર્ડમાં ડુંગળીની આવક વધી જતા યાર્ડના સતાધીશો દ્વારા સફેદ ડુંગળી 3 દિવસ મહુવા યાર્ડમાં ન લાવવાના મેસેજ જાહેર કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ગયા વર્ષે 1 કિલો 2 રૂપીયાની સહાય સરકાર તરફથી આવી હતી. ત્યારે આ વખતે જો 5 રૂપિયા જેવી સહાય ખેડૂતોને મળે તો જ ખેડૂતોનો ઉદ્ધાર થાય તેમ હોય ત્યારે સરકાર સંવેદનશીલ બનીને જગતના તાતની વ્હારે ક્યારે આવે તેના પર ખેડૂતો મિટ માંડી બેઠા છે.