February 19, 2025

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ, CM બિરેન સિંહના રાજીનામા બાદ એક મોટું પગલું

President Rule In Manipur: મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. આ પગલું મુખ્યમંત્રી એન બિરેન સિંહના રાજીનામા બાદ લેવામાં આવ્યું છે, ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિ શાસનને લઈને એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. એન બિરેન સિંહના રાજીનામા બાદ, નવા મુખ્યમંત્રીની રાહ જોવાઈ રહી હતી, તે દરમિયાન રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, મુખ્યમંત્રી બિરેન સિંહનું રાજીનામું એવા સમયે આવ્યું જ્યારે કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો હતો. નોંધનીય છે કે, રાજ્યના મુખ્યમંત્રી એન બિરેન સિંહે 9 ફેબ્રુઆરી 2025ના રોજ રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લા અને અર્ધલશ્કરી દળના અધિકારીઓએ આજે ​​રાજભવન ખાતે બેઠક યોજી હતી. આ દરમિયાન, અધિકારીઓએ તેમને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની તૈનાતી અને ઓપરેશનલ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી.

રાષ્ટ્રપતિ શાસન લાદવાનો નિર્ણય બંધારણના અનુચ્છેદ 356 મુજબ લેવાયો છે, જ્યારે આ બંધારણની જોગવાઈઓ મુજબ રાજ્ય સરકાર ચલાવી શકતી નથી. ભાજપના પૂર્વોત્તર પ્રભારી અને સાંસદ સંબિત પાત્રા હાલમાં મણિપુરના પ્રવાસે છે અને આજે તેઓ 24 કલાકથી ઓછા સમયમાં બે વાર મળ્યા હતા.