July 7, 2024

CAAને લાગુ કરવાની તૈયારીઓ શરૂ, ચૂંટણીમાં દેખાશે અસર

નાગરિકતા સંશોધન કાયદાને 2024ની લોકસભા ચૂંટણી પહેલા લાગુ કરવામાં આવી શકે છે. વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર નાગરિકતા સંશોધન કાયદાને લોકસભા ચૂંટણીની જાહેરાત થાય એ પહેલા લાગુ કરવામાં આવશે. સૌ પ્રથમ CAAના નિયમોને જાહેર કરવામાં આવશે પછી કાયદાને લાગુ કરવામાં આવશે. જે બાદ કાયદાકીય રીતે યોગ્ય હોય તે વ્યક્તિને ભારતની નાગરિકતા આપવામાં આવશે. મહત્વનું છેકે, ચાર વર્ષ બાદ ફરી સિટિઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટને લાગુ કરવા માટે નિયમોનું જાહેર થવું ખુબ જ જરૂરી છે.

CAAને લાગુ કરવાની કેવી છે તૈયારી

નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરવા માટે નિયમોની સાથે ઓનલાઈન પોર્ટલ પણ તૈયાર કરવામાં આવ્યું છે. સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થશે. અરજદારોએ તે વર્ષ જણાવવાનું રહેશે કે જેમાં તેઓ દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ્યા હતા. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજો માંગવામાં આવશે નહીં.

આ પણ વાંચો: ભારત રત્ન મેળવનારને મળે છે આટલી સુવિધાઓ…

CAA કાયદો શું છે?

આ કાયદા અંતર્ગત બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી 31 ડિસેમ્બર 2014 સુધીમાં ભારતમાં આવેતા તમામ ગૈર મુસ્લિમ પીડિયોને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. મહત્વનું છેકે, ડિસેમ્બર 2019માં સંસદમાંથી નાગરિકતા સંશોધન કાયદો પસાર થઈ ચૂક્યો છે. જેના પર રાષ્ટ્રપતિની મંજૂર મળ્યા બાદ દેશના અનેક રાજ્યોમાં તેનો મોટા પાયે વિરોધ કરવામાં આવ્યો હતો.

CAA

રામમંદિર બાદ CAA ચૂંટણીમાં દેખાડશે અસર

27 ડિસેમ્બરના ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, દેશમાં CAAને લાગુ થતા કોઈ નહીં રોકી શકે. આ દેશનો કાયદો છે. નાગરિકતા સંશોધન કાયદાને લાગુ કરવોએ BJPની પ્રતિબદ્ધતા છે. મહત્વનું છેકે, મમતા બેનર્જીના નેતૃત્વ વાળી TMC આ કાયદાનો વિરોધ કરી રહી છે. તો બીજી તરફ પશ્ચિમ બંગાળમાં CAAને લાગુ કરવાના મુદ્દા સાથે BJPએ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા.

આટલા લોકોને અપાઈ ગઈ નાગરિકતા

છેલ્લા 2 વર્ષમાં 9 રાજ્યોની 30થી વધારે જિલ્લા મેજીસ્ટ્રેટ અને ગૃહ સચિવોને નાગરિકતા અધિનિયમ 1955 અંતર્ગત અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ લોકોને નાગરિકતા આપવાની શક્તિઓ આપવામાં આવી છે. ગૃહમંત્રાલયના 2021-22ના વાર્ષિક રિપોર્ટ અનુસાર 1 એપ્રિલ 2021થી 31 ડિસેમ્બર 2021 સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા 1,414 ગૈર મુસ્લિમોને નાગરિકતા અપાઈ ગઈ છે.