પ્રીતિ ઝિન્ટાએ હૈદરાબાદના ‘પંજાબી મુંડા’ પર પ્રેમ વરસાવ્યો, વીડિયો થયો વાયરલ

Preity Zinta Praises Abhishek Sharma: શનિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચેની IPL 2025ની મેચમાં રનનું તોફાન આવ્યું હતું. હૈદરાબાદના ઓપનર અભિષેક શર્માએ માત્ર 55 બોલમાં 141 રન બનાવીને પંજાબને હરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. . પોતાની સદી પૂર્ણ કર્યા પછી, તેણે તેની ઉજવણી ખાસ રીતે કરી હતી. તેની ઇનિંગથી માત્ર આખી હૈદરાબાદ ટીમ જ નહીં પરંતુ પ્રીતિ ઝિન્ટા પણ ખુશ થઈ ગઈ હતી. પ્રીતિ ઝિન્ટા પોતાની ‘દુશ્મન’ ટીમના ખેલાડી માટે દિવાના થઈ ગઈ હતી.
Tonight belongs to Abhishek Sharma ! What a talent & what an unbelievable knock. 👏👏Congratulations SRH ! As for us , best to forget tonight and move on as it’s early days in the tournament & such games are best forgotten. SRHvPBKS
— Preity G Zinta (@realpreityzinta) April 12, 2025
આ પણ વાંચો: અભિષેક શર્માએ IPL 2025નો સૌથી લાંબી સિક્સર ફટકારી, જોઈ લો વીડિયો
પ્રીતિ ઝિન્ટા અભિષેકને મળતી જોવા મળી
પ્રીતિ ઝિન્ટા અભિષેકને મળતી જોવા મળી હતી. અભિનંદન તેણે અભિષેકની સ્ટાઈલમાં આપ્યા હતા. આ સમયનો વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યો છે. આટલું જ નહીં પ્રીતિ ઝિન્ટાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર અભિષેકની પ્રશંસા કરતી એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે લખ્યું કે આજની રાત અભિષેક શર્માને સમર્પિત છે.’ કેટલી પ્રતિભા, અવિશ્વસનીય ઇનિંગ્સ. અભિનંદન SRH!