September 19, 2024

લક્ષ્ય સેન-HS પ્રણય વચ્ચે પ્રિ-ક્વાર્ટર ફાઇનલ મેચ, ભારત જીતી શકે છે ત્રીજો મેડલ

Paris Olympics 2024: અત્યાર સુધી પેરિસ ઓલિમ્પિક 2024માં વિવિધ બેડમિન્ટન ઈવેન્ટ્સમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. ભારતના બે શ્રેષ્ઠ બેડમિન્ટન ખેલાડીઓ મેન્સ સિંગલ ઈવેન્ટમાં પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ટકરાતા જોવા મળશે. આ ઈવેન્ટમાં ભાગ લઈ રહેલા લક્ષ્ય સેન અને એચએસ પ્રણોય 1 ઓગસ્ટે રાઉન્ડ ઓફ 16માં એકબીજા સામે રમતા જોવા મળશે. પેરિસ ઓલિમ્પિકમાં બંને ખેલાડીઓનું અત્યાર સુધીમાં બંને ખેલાડીઓનું પ્રદર્શન સારું જોવા મળ્યું છે. લક્ષ્ય સેને 31 જુલાઈએ રાઉન્ડ ઓફ 16માં વિશ્વના નંબર 3 ખેલાડીને હરાવીને બધાને ચોંકાવી દીધા હતા.

બે સેટમાં શાનદાર વાપસી
લક્ષ્ય સેને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. એચએસ પ્રણયનો 31 જુલાઈના રોજ રમાયેલી મેચમાં વિયેતનામના શટલર દો ફાટ લે સામે સામનો કરવાનો વારો આવ્યો હતો. પ્રણયને આ મેચના પહેલા સેટમાં 16-21થી હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. તેણે આગલા બે સેટમાં શાનદાર વાપસી કરી હતી અને 21-11 અને 21-12થી જીત મેળવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું હતું. આ પહેલા પ્રણોયે પેરિસ ઓલિમ્પિક 2024ના જર્મન ખેલાડી ફેબિયન રોથને હરાવ્યો હતો, જેમાં તેણે બે ગેમની મેચમાં 21-18, 21-12થી પરાજય આપ્યો હતો.

આ પણ વાંચો: પેરિસ ઓલિમ્પિકમાં હાર બાદ Rohan Bopannaએ આપ્યું મોટું નિવેદન

અત્યાર સુધીમાં આટલી વખત ટકરાયા
પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં બે ભારતીય ખેલાડીઓ વચ્ચેની આ ટક્કરની વાત કરીએ તો આ પહેલા પણ લક્ષ્ય સેન અને એચએસ પ્રણય એકબીજા સામે રમી ચૂક્યા છે, જેમાં બંને વચ્ચે 7 મેચ રમાઈ છે. જેમાં લક્ષ્ય સેને 7 વખત મેચ અને 3 વખત પ્રણોય જીતવામાં સફળ રહ્યો છે. બંનેએ છેલ્લી વખત વર્ષ 2023ની શરૂઆતમાં એકબીજા સામે મેચ રમ્યા હતા. . આ મેચમાં લક્ષ્ય સેને પ્રણયને સીધા 2 સેટમાં 21-14 અને 21-15થી હરાવ્યો હતો.