દિલ્હીના મુખ્યમંત્રી ચહેરા તરીકે મનાતા પ્રવેશ વર્માની નેટવર્થ જાણીને ચોંકી જશો

Pravesh Verma Net Worth: દિલ્હી વિધાનસભા બેઠક પરથી પરવેશ વર્માએ અરવિંદ કેજરીવાલને હાર આપી છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે પરંતુ પ્રવેશ વર્મા એક એવા ઉમેદવાર છે કે જેમની સંપત્તિ પીએમ મોદી અને અમિત શાહ કરતા પણ વધારે છે. આવો જાણીએ.

30 ગણો વધારો થયો
ચૂંટણીમાં ભાગ લેવા માટે ઉમેદવારે પોતાની મિલકતની યાદી જાહેર કરવાની રહે છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં ઉમેદવાર બનવા માટે આવક અને સંપત્તિ સહિત ખર્ચની વિગતો આપી છે. વર્ષ 2019 ના આંકડા પર નજર કરીએ તો પ્રવેશ વર્માની સંપત્તિ 3 કરોડ 2 લાખ રૂપિયાની હતી. જે હવે વર્ષ 2023-24માં વધીને 96 કરોડ 50 લાખ રૂપિયા થઈ ગઈ છે. આંકડા પરથી કહી શકાય કે પ્રવેશ વર્માની સંપત્તિ 6 વર્ષમાં 30 ગણીથી વધુ વધી ગઈ છે.

આ પણ વાંચો: ભાજપમાં હોળી પહેલા દિવાળી, 27 વર્ષ પછી દિલ્હીમાં કમળ ખીલી ઊઠ્યું

આવકવેરા રિટર્નમાં પોતાની આવક
પ્રવેશ વર્માએ વર્ષ 2019-20 માટે આવકવેરા રિટર્નમાં પોતાની આવક 92 લાખ 94 હજાર 980 રૂપિયા બતાવી છે. વર્ષ 2023-24માં તે વધીને 19 કરોડ 68 લાખ 34 હજાર 100 રૂપિયા થઈ ગઈ છે. પ્રવેશ વર્માની પત્ની સ્વાતિ સિંહની આવકની વાત કરવામાં આવે તો 5 લાખ 35 હજાર 570 રૂપિયા હતી. જ્યારે વર્ષ 2023-24માં તે વધીને 91 લાખ 99 હજાર 560 રૂપિયા થઈ ગયું છે.