પોરબંદરના રાજકારણમાં મોટો ભૂકંપ, MLA કાંધલ જાડેજાના કાકી હીરલબા જાડેજાની ધરપકડ

પોરબંદરઃ જિલ્લાના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. જેમાં કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હીરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. પૈસાની લેતીદેતી અને અપહરણ મામલે પોલીસે કાર્યવાહી કરી છે.
બે દિવસ પહેલાં હીરલબા જાડેજા વિરુદ્ધ ગંભીર આરોપ લગાવતો એક વીડિયો મહિલાએ વાયરલ કર્યો છે. બે દિવસ પહેલાં વાયરલ થયેલા વીડિયો અન્વયે હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં હિરલબા જાડેજા, હિતેશ ઓડેદરા તથા અન્ય ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મહિલા અગ્રણી હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવતા અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.