Porbandar: ગાડીઓ ડૂબી, ઘરમાં કમર સુધી પાણી! ચાર દિવસથી ઓસર્યા નથી પાણી
સિધ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર: ભારે વરસાદની આગાહી વચ્ચે પોરબંદરમાં અતિભારે વરસાદ વરસ્યો. જેના કારણે ગણું બધું નુકશાન જોવા મળ્યું. પોરબંદર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આ ધોધમાર વરસાદ સાથે સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો જેને લઈને શહેરના વિવિધ વિસ્તારમાં વૃક્ષ ધરાશય થવાની ઘટના સામે આવી હતી. ભારે વરસાદને કારણે લોકોના ઘરમાં ઘરમાં પાણી ઘૂસી ગયા હતા અને આ સાથે ગાડીઓ ડૂબી પણ ડૂબી ગઇ હતી. ભારે વરસાદને કારણે ચાર દિવસથી પાણી ઓસર્યા નથી જેને લઇને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. શહેરમાં ચારે બાજુ પાણી પાણી છે છતાં તંત્ર હકકતમાં આવ્યું નથી જેને કારણે લોકો પાણી નિકાલની માંગ કરી રહ્યાં છે.
જુઓ પોરબંદરના તારાજીના દ્રશ્યો #Exclusive
પોરબંદર થયું પાણી પાણી, ચાર દિવસથી ઓસર્યા નથી પાણી
અધિકારી અને ચૂંટાયેલા નેતાઓ ક્યારે આવશે સ્થાનિકોની વ્હારે ?#Porbandar #Rain #ElectedPolitician #Gujarat #NewsCapitalGujarat #JaneCheGujarat@arjunmodhwadia@collectorpor@mansukhmandviya pic.twitter.com/irYvmUeJHg— NewsCapital Gujarat (@NewsCapitalGJ) July 21, 2024
પાણી નિકાલ માંગ
પોરબંદરના લોકોના જણાવ્યા અનુસાર, હાલ પોરબંદરમાં લોકોને ફૂડ પેકેટ કે સહાયની જરૂર નથી, પરંતુ પાણીના નિકાલ માટે કોઈ ચોક્કસ વ્યવયસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે. પોરબંદરના છાયાચોકી રોડ પર વરસાદી પાણીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી આ રસ્તો પાણીના કારણે બંધ જોવા મળી રહ્યો છે. છાયાચોકી રણમાં આવેલ ઘરોમાં પાણી ઘૂસ્યા છે. આજે આ પાણીમાં વધારો થયા સ્થાનિકો દ્વાર જાણવામાં આવ્યું છે. આ વિસ્તારમાં મોટા ભાગના ધરોમાં પાણી આવ્યું છે અને ધર વખરીને મોટાપાયે નુકસાન થયું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ વર્ષે પ્રમાણ વધુ પાણીની આવક થઈ છે. આ ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે પાલિકા દ્વારા કોઈ આયોજન કરવામા આવે જે થી વહેલી તકે આ પાણી ઉતરી જાય.
ન્યૂઝ કેપિટલ એક્સક્લુઝિવના ડ્રોન દ્રશ્ય
છાયા રઘુવંશી સોસાયટીની પાછળન વિસ્તારના દ્રશ્ય છે લોકોના ઘરમાં કમરનું પાણી છે લોકો ત્યાંથી અવાજવર કરવા પણ નથી કરી શકતા મોટાભાગની ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે ફર્નિચર તેમજ બેસવા અને સુવા માટે કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે લોકો પરેશાન છે તંત્ર પાસે તેઓએ ફુટ પેકેટની પણ માગણી કરી છે તેઓને બહાર કાઢવા ફાયર બ્રિગેર ની ટીમને પણ ઘણીવાર ફોન કર્યા હતા અમુક લોકોને બહાર પણ કાઢ્યા છે પાણી ઉતરે એવી કોઈ પણ જાતની વ્યવસ્થા ન હોવાનું સ્થાનિક આક્ષેપન કર્યા હતા તાત્કાલિક અહીં નિકાલની વ્યવસ્થા કરે તે લોક માગતી હતી તેમજ પોરબંદરના મોટાભાગના રસ્તાઓ બંધ છે.