ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું નિધન, 88 વર્ષની ઉંમરે વેટિકનમાં લીધા અંતિમશ્વાસ

pope francis: કેથોલિક ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું નિધન થયું છે. તેમણે 88 વર્ષની ઉંમરે ઇટાલીના વેટિકન સિટીમાં અંતિમ શ્વાસ લીધા. કાર્ડિનલ કેવિન ફેરેલે વેટિકન સિટીના એક નિવેદનમાં તેમના નિધનની જાહેરાત કરી. પોપના અવસાનને કારણે વેટિકન સિટીમાં 9 દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે. 1.4 અબજ કેથોલિકો તેમના ધાર્મિક નેતાના મૃત્યુના સમાચાર સાંભળીને શોકમાં છે. પોપે સ્થાનિક સમય મુજબ સવારે 7:35 વાગ્યે અંતિમ શ્વાસ લીધા.

કેથોલિક ચર્ચના મુખ્ય મથક વેટિકન અનુસાર, 88 વર્ષીય પોપ ફ્રાન્સિસને ડબલ ન્યુમોનિયાની સારવાર માટે 14 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ન્યુમોનિયા તેમજ ફેફસાંના ચેપનો પણ સામનો કરવો પડ્યો હતો. તેમને 5 અઠવાડિયા સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે તેમના બ્લડ ટેસ્ટ રિપોર્ટ આવ્યા ત્યારે તેમાં કિડની ફેલ્યોરના લક્ષણો જોવા મળ્યા. પ્લેટલેટ્સ પણ ઓછા હતા. તેમને બ્રોન્કાઇટિસની બીમારી હતી.

સતત અપડેટ ચાલુ છે.