અમદાવાદમાં વિદ્યાર્થીઓનના આરોગ્ય સાથે ચેડા, પીરસાયું હલકી ગુણવત્તાનું ભોજન
Ahmedabad: અમદાવાદમાં વિધાર્થીઓનાં આરોગ્ય સાથે ચેડા થવાની વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદના વિશ્વકર્મા એન્જિનિયિંગ કોલેજમાં વિદ્યાર્થીને હલકી ગુણવત્તાનું ભોજન પીરસવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે અનેક વખત વિદ્યાર્થીઓ દ્રારા ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી.
અમદાવાદના વિશ્વકર્મા એન્જિનિયિંગ કોલેજમાં વિદ્યાર્થીને હલકી ગુણવત્તાનું ભોજન પીરસવામાં આવતું હોવાને કારણે ન્યુઝ કેપિટલ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવતા અનેક ખુલાસા થયા છે. વિદ્યાર્થીઓ માટે સડેલા બટાકાથી ભોજન બનાવાય છે. તેમજ ગરમ મસાલા પણ આઉટ ઓફ ડેટનાં મળી આવ્યા છે. આ સિવાય કિચનમાં આવેલ ફ્રીઝની પણ સફાઈ કરવામાં આવી નથી. તેમજ કિચનની સાથે સાથે હોસ્ટેલમાં પણ ગંદકીનાં થર જોવા મળ્યા છે વધુમાં હોસ્ટેલનાં બાથરૂમમાં સફાઈ કરવામાં આવતી નથી.
આ પણ વાંચો: ઉતરાયણના બે મહિના પહેલાં યુવકનું ગળું કપાયું, સુરત પોલીસે તાબડતોડ લગાવ્યા આ પ્રતિબંધ