May 20, 2024

નવા વર્ષમાં મોદી બનશે જયપુરના મહેમાન, દેશભરની પોલીસ ખડેપગે

રાજસ્થાન: નવા વર્ષમાં પ્રધાનમંત્રીની પહેલી મુલાકાત જયપુરમાં થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા વર્ષ પછી તારીખ 6 અને તારીખ 7 જાન્યુઆરીએ જયપુર પ્રવાસે જશે તેવી માહિતી મળી રહી છે. માહિતી અનુસાર વડાપ્રધાન મોદી જયપુરમાં યોજાનારી ડીઆઈજી અને ડીજી પોલીસ કોન્ફરન્સમાં ભાગ લઈ શકે છે.

આઈજીની નેશનલ કોન્ફરન્સ
રાજસ્થાનના જયપુરમાં તારીખ 5 થી તારીખ 7 જાન્યુઆરી દરમિયાન ડીજે અને આઈજીની નેશનલ કોન્ફરન્સનું આયોજન થવા જઈ રહ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવું વર્ષ એટલે કે 2024 શરૂ થતાની સાથે જ તેમની પહેલી મુલાકાત રાજસ્થાનના જયપુરમાં મુલાકાત લેશે. આ સમય દરમિયાન વડાપ્રધાન મોદી જયપુરમાં યોજાનારી ડીઆઈજી અને ડીજી પોલીસ કોન્ફરન્સમાં ભાગ લેશે તેવી વિગતો હાલ મળી રહી છે. આ કાર્યક્રમમાં અમિત શાહ પણ ભાગ લઈ શકે છે.

પોલીસ હાઈ એલર્ટ મોડ પર
પ્રધાનમંત્રી અને ગૃહપ્રધાન અમિત શાહ જયપુર જઈ રહ્યા છે. જેના કારણે તમામ સુરક્ષાની તૈયારીઓ કરી દેવામાં આવી છે. જયપુરના દરેક ખુણા પર પોલીસ તૈનાત રહેશે. અંદાજે 3000 પોલીસ કર્મચારીઓ ટ્રાફિક વ્યવસ્થા સંભાળવા માટે હાજર રહેશે.

પીએમ મોદી બે દિવસ જયપુરમાં રોકાશે
વિગતો અનુસાર અમિત શાહ જયપુરમાં ત્રણ દિવસ રોકાશે. પીએમ મોદી તારીખ 6 જાન્યુઆરીએ સવારે જયપુર જવાના છે. તેઓ તારીખ 7 જાન્યુઆરીએ બપોર સુધી અહીં રહેશે. માહિતી અનુસાર પીએમ મોદી બે દિવસ જયપુરમાં રોકાશે.રાજસ્થાનમાં ભજનલાલની સરકાર બન્યા બાદ રાજસ્થાનમાં આ પહેલો મોટો કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે.આ ત્રણ દિવસીય કોન્ફરન્સનું આયોજન જયપુરના ઇન્ટરનેશનલ સેન્ટરમાં કરાશે.

અજીત ડોભાલ પણ જયપુર આવશે
આ કાર્યક્રમ દરમિયાન અમિત શાહ અને પ્રધાનમંત્રીની સાથે NSA અજીત ડોભાલ પણ જયપુર આવશે. આ ઉપરાંત ડેપ્યુટી NSA અજીત કુમાર સિંહ સહિત સેન્ટ્રલ સિક્યુરિટી એજન્સીના 80થી વધુ ટોચના અધિકારીઓ પણ હાજર રહેશે. આ સમયગાળા દરમિયાન, OTS થી ઝાલાના JNL રૂટ ત્રણ દિવસ માટે બંધ રહેશે.

આ પણ વાંચો : PM Modiના નામે નવો રેકોર્ડ, YouTube પર આટલા સબ્સક્રાઇબર સાથે બન્યા પહેલા નેતા