ડીસા આગકાંડના આરોપી દિપક સિંધીનું રાજકીય કનેક્શન, LCBએ વધુ ત્રણ લોકોની અટકાયત કરી

બનાસકાંઠા: ડીસાની દારૂખાનાની ફેક્ટરીમાં બ્લાસ્ટના મામલામાં LCBએ વધુ ત્રણ લોકોની અટકાયત કરી છે. ભિલોડાના સોનુ નામના ઇસમની અટકાયત કરી છે. સોનુ નામના ઈસમે દીપક સિંધીને મોબાઈલ આપ્યા હતા.

ડીસા GIDCમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટના આરોપી દિપક સિંધીનું રાજકીય કનેક્શન નીકળ્યું છે. 2017માં દિપક સિંધી ડીસા શહેર બીજેપી યુવા મોરચાનો મંત્રી હતો. ડીસા શહેર યુવા બીજેપી મોરચાના મંત્રી તરીકે નિમણૂક કરી હતી. દિપક સિંધીની કામગીરીને લઈ પદ પરથી હકાલપટ્ટી કરાઈ હતી. દોઢ માસમાં જ તેને યુવા મોરચાના મંત્રીપદેથી રવાના કરી દેવાયો હતો. BJPમાંથી હકાલપટ્ટી કર્યા બાદ દિપક સિંધી કોંગ્રેસમાં જોડાયો હતો. બીજી તરફ દિપક સિંધી કોંગ્રેસના ધરણા કાર્યક્રમમાં પણ જોડાયો હતો. બનાસકાંઠામાં ચાલતા ખેડૂત આંદોલનના ધરણામાં જોડાયો હતો.