December 19, 2024

અમદાવાદ પોલીસને મળી મોટી સફળતા, 3.60 કરોડની કિંમતનો 12 કિલો હાઈબ્રિડ ગાંજો પકડી પાડયો

અમદાવાદ: હાઈબ્રિડ ગાંજાનો મોટો જથ્થો પકડાતા ચમચાર મચી જવા પામી છે. વટવા પોલીસને હાઈબ્રિડ ગાંજાનો મોટો જથ્થો પકડી પાડતા મોટી સફળતા મળી છે. 3.60 કરોડની કિંમતનો 12 કિલો હાઈબ્રિડ ગાંજાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર રાજ્યમાં અવારનવાર ચરસ-ગાંજો પકડાતો હોવાની ઘટના સામે આવે છે. વટવા પોલીસે મોરબીના યોગેશ પટેલ પાસેથી ગાંજાનો જથ્થો પકડી પાડયો છે. જોકે, પોલીસે નિધિ અને સાયલી નામની મહિલા સામે પણ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. હાલ વટવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: બાંગ્લાદેશ પર લાગે કડક પ્રતિબંધ! હિંદુઓ પર થતા હુમલાને પર ભારતીય અમેરિકી સાંસદની પ્રતિક્રિયા