પોલીસ ભરતીના મોટા સમાચાર, જાણો શું કહ્યું હસમુખ પટેલે?
મલ્હાર વોરા, ગાંધીનગર: પોલીસ લોકરક્ષક દળ અને પીએસઆઇની ભરતીને લઈને ભરતી બોર્ડ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. પોલીસ પરથી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે હવે ધોરણ 12 અને કોલેજના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષામાં અરજીની તક મળશે એટલે કે હવે મે મહિનામાં ધોરણ 12 અને જૂન મહિનામાં કોલેજોના પરિણામ આવ્યા બાદ પાસ થયેલા ઉમેદવારો આ બંને ભરતીમાં અરજી કરી શકે તે માટે વધુ એક વખત ઓનલાઈન અરજી ની વેબસાઈટ કાર્યરત કરવામાં આવશે જેથી ઉમેદવારોને ભરતીમાં અન્યાય ન થાય.
પોલીસ ભરતી મુદ્દે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલનું નિવેદન
OJAS પર 4 એપ્રિલ થી ભરતી શરૂ થઈ #OJAS #Gujarat #NewsCapitalGujarat #JaneCheGujarat #Govjobs pic.twitter.com/WIM4LgYnvv— NewsCapital Gujarat (@NewsCapitalGJ) April 8, 2024
આ પણ વાંચો: સુરતમાં વિદ્યાર્થીઓ સરકારી શાળા તરફ વળ્યાં, 5 વર્ષમાં 45 હજાર બાળકોએ ખાનગી શાળા છોડી
પોલીસ ભરતી બોર્ડ દ્વારા 4 એપ્રિલથી ઓજસ વેબસાઈટ ઉપર PSI સહિત લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયાના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જોકે આ ભરતી પ્રક્રિયા લઈને ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે ચાર દિવસના ગાળામાં કુલ 1 લાખ 55000 અરજીમાંથી 1,18,000 ફોર્મ કન્ફર્મ થયા છે. આ ઉપરાંત હસમુખ પટેલે વધુમાં જણાવ્યું હતું કે જે રીતે ઉમેદવારો હોય એ 4 દિવસમાં જ અરજી કરી છે તેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વખતે અંદાજિત સાડા સાત લાખથી લઈને 9 લાખ સુધીના ફોર્મ ભરાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. હાલ દિવસના ત્રીસ હજાર ઉમેદવારો અરજી કરી રહ્યાં હોવાનું પણ સામે આવ્યું છે, જેથી ઉમેદવારોને અપીલ છે કે તેઓ વહેલી તકે પોતાની ઉમેદવારી નોંધાવે. જો ઉમેદવાર અંત ઘડીની રાહ જોશે તો પાછળથી તેમને મુશ્કેલી પડી શકે છે. ગત વખતે પણ કેટલાક ઉમેદવારોએ છેલ્લા દિવસોમાં અરજી કરી હતી ત્યારે તેમને સર્વર પ્રોબ્લેમ સહિત ઓનલાઈન પેમેન્ટમાં પણ પ્રોગ્રામ આવ્યા હતા.
આ પણ વાંચો: બાબા મહાકાલના દરબારમાં હવે ‘રીલ’ બનાવવી પડશે ભારે, નવી ગાઈડલાઈન જારી
બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જાહેરાત કરતા જણાવ્યું હતું કે ધોરણ 12 અને કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોલીસ ભરતીને લઈને અરજી કરી શકે છે. રાજ્યના ધોરણ 12 અને કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પરિણામ ટૂંક સમયમાં જાહેર થવાના છે, જેથી આ ઉમેદવારો પોલીસ ભરતીમાં અરજી કરી શકે તે માટે બોર્ડ દ્વારા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આમ તો આગામી ચોમાસા બાદ પોલીસ ભરતીની શારીરિક પરીક્ષા યોજાવનારી છે, પરંતુ આગામી મહિનામાં ધોરણ 12 અને જૂન મહિનામાં કોલેજનું પરિણામ આવનારું છે ત્યારે આ ઉમેદવારો આ ભરતીથી વંચિત ન રહી જાય તે માટે જુલાઈ માસમાં ફરી એક વખત ભરતી પ્રક્રિયાની સાઇટ શરૂ કરવામાં આવશે. જેથી આ વિદ્યાર્થીઓ પણ પોતાની ઉમેદવારી વ્યક્ત કરી શકશે જેમાં ધોરણ 12 પાસ કરેલા ઉમેદવારો માટે લોકરક્ષક દળની ભરતી રહેશે જ્યારે ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો પીએસઆઇની ભરતી માટે ઉમેદવારી નોંધાવી શકશે.