રક્ષિતકાંડ બાદ વડોદરા પોલીસ એક્શનમોડમાં… ‘દારૂ પીને રખડતાં લોકોની હવે ખેર નથી’

Vadodara: વડોદરામાં રક્ષિતકાંડ બાદ વડોદરા પોલીસ એક્શનમોડમાં છે. વડોદરા શહેર સહિત જિલ્લામાં ચેકિંગ હાથ ધર્યું છે. દારૂ પીને રાત્રી દરમિયાન રખડતા શખ્સો સામે કાર્યવાહી કરી છે. આ સિવાય વાહનચાલકોને લઈને પણ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર પાદરા પોલીસે DYSP કક્ષાના અધિકારીઓ સહિત PI, PSIની અલગ-અલગ ટીમ બનાવી ચેકિંગ હાથ ધર્યું છે. વડોદરા પોલીસે પાદરા ,કરજણ સહિત જિલ્લામાં કડક કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસ અગાઉ નશામાં ધૂત રક્ષિત નામના યુવકે અકસ્માત કર્યો હતો. જેમા આશરે 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તો આ અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો: રાજકોટમાં યુવતીનો ઝેરી દવા પી કર્યો આપઘાત, પિતાએ આરોપ લગાવ્યો કે ભુવા કેતન સાગઠિયાએ મારી પુત્રીને ઝેરી દવા પીવડાવી