PM મોદીનું સુરત એરપોર્ટ ખાતે આગમન, હેલિકોપ્ટર મારફતે સેલવાસ જવા રવાના

સુરત: PM નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. PM નરેન્દ્ર મોદીનું સુરત એરપોર્ટ ખાતે પહોંચ્યા છે. સુરત એરપોર્ટ પર પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા, મંત્રી મુકેશ પટેલે PMનું સ્વાગત કર્યું હતું. આ સાથે ધારાસભ્ય સંગીતા પાટીલ, ધારાસભ્ય મનુ પટેલ, ધારાસભ્ય સંદીપ દેસાઈ, રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયા, બારડોલીના સાંસદ પ્રભુ વસાવા, મેયર દક્ષેશ માવાણી દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કરાયું હતું.

PM મોદી સુરત એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે સેલવાસ જવા રવાના થયા છે. સેલવાસમાં અત્યાધુનીક 450 બેડની નમો હોસ્પિટલનું લોકાર્પણ કરશે. આ સાથે દમણ ખાતે ટોય ગાર્ડન અને નાઈટ બજારનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. તેમજ PM નરેન્દ્ર મોદી દિવ સર્કિટ હાઉસનું વર્ચ્યુલ લોકાર્પણ કરશે.

PM મોદી થોડીવારમાં સુરત એરપોર્ટ પહોંચ્યા
PM નરેન્દ્ર મોદીના સ્વાગત માટે પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર દક્ષેશ મેવાણી સુરત એરપોર્ટ પહોંચ્યા હતા. આ સાથે સાંસદો, ધારાસભ્યો તેમજ હોદ્દેદારો પણ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. MP પ્રભુ વસાવા, MLA વિનુ મોરડીયા અને સંગીતા પાટીલ એરપોર્ટ ખાતે પહોંચ્યા છે. PMના આગમનને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને શહેરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

સુરતમાં વિવિધ સમાજના લોકો, સામાજિક સંસ્થા, ગ્રુપ તેમજ શાળા દ્વારા અલગ અલગ 30 સ્વાગત પોઇન્ટ પરથી PM નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવશે.

  • આહીર સમાજ
  • રાજસ્થાની સમાજ
  • ક્રિષ્ના પ્રિ સ્કુલ
  • સમસ્ત બંજારા સમાજ
  • ગુજરાતી મારવાડી સમાજ
  • ટીમ મોદી સ્પોર્ટર સંઘ
  • સુરત જવેલરી હોલસેલ એસોસિએશન
  • વરાછા કતારગામ જવેલર્સ એસોસિએશન
  • સમસ્ત ઉત્તર ભારતીય સમાજ
  • ઉત્તર ભારતીય સમાજ
  • સુરત શહેર મુસ્લિમ સમાજ અને લઘુમતી મોર્ચો
  • સુરત જૈન તેરપંથ સમાજ
  • ભાજપ મહિલા મોરચો
  • સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજ
  • સમસ્ત મહારાષ્ટ્રીયન રાજપૂત સમાજ

સેલવાસમાં જંગી સભાને સંબોધશે
સેલવાસના સાયલી ક્રિકેટ સ્ટેડિયમ નજીક PM મોદી દાદરા નગર હવેલી, દમણ અને દિવના બીજેપીના કાર્યકરો અને લોકોને સંબોધન કરશે. સાંજે 4.00 કલાકે હેલિકોપ્ટર મારફતે સુરત પર્વત પાટિયા ખાતે બનેલા હેલિપેડ પર પહોંચશે. રોડ શો કરતા સાંજે 4.15 કલાકે પર્વત પાટિયાથી સભા સ્થળે પહોંચશે. સાંજે 5.00 કલાકે લિંબાયત સ્થિત નીલગીરી મેદાનમાં સભા સ્થળે પહોંચશે. લિંબાયતમાં NFSA કાર્ડ ધારકોને કીટનું વિતરણ કરશે. PM કાર્યક્રમ બાદ અઠવાલાઇન્સ સ્થિત સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે.

PM મોદી સંઘપ્રદેશ દમણ, દીવ અને દાદરા નગર હવેલીની મુલાકાત
PMના હસ્તે 2587 કરોડના ખર્ચે વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. સેલવાસના સાયલી ક્રિકેટ સ્ટેડિયમ નજીક PM જંગી સભાને સંબોધશે. સેલવાસની નમો હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટની પણ મુલાકાત લેશે. સભા સ્થળ પરથી જ વિકાસના અનેક કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. દમણમાં સી ફ્રન્ટ રોડ પર 1 કિલોમિટર લાંબા ટ્રેક પર ટોય ટ્રેનનું પણ લોકાર્પણ કરશે. તેમજ દીવમાં નવા સર્કિટ હાઉસનો લોકાર્પણ થશે. 105 કરોડના ખર્ચે તૈયાર થયેલ દમણમાં વિકાસના 7 કામોનું લોકાર્પણ કરાશે. 150 કરોડ રૂપિયાના ખર્ચે દિવમાં વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવશે. 820 કરોડથી વધુના ખર્ચે દાદર નગર હવેલીમાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. ત્યારે PM મોદીને આવકારવા પ્રદેશવાસીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.