PM મોદીએ કહ્યુ – મધ્યમ વર્ગને શક્તિ આપનારું બજેટ, પહેલી જોબમાં પહેલી સેલેરી સરકાર આપશે
PM Modi on Budget 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ બજેટ એવું બજેટ છે જે સમાજના દરેક વર્ગને શક્તિ આપશે. આ એક એવું બજેટ છે જે દેશના ગામડાંઓ, ગરીબો અને ખેડૂતોને સમૃદ્ધિના માર્ગ પર લઈ જશે. છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ એક એવું બજેટ છે જે સૈનિકોને અગણિત નવી તક પ્રદાન કરશે. આ બજેટ શિક્ષણ અને કૌશલ્યને નવો સ્કેલ આપશે. આ એક એવું બજેટ છે જે મધ્યમ વર્ગને નવી તાકાત આપશે. બજેટ આદિવાસી સમાજ, દલિતો, પછાત લોકોના સશક્તિકરણ માટે મજબૂત યોજનાઓ સાથે આવ્યું છે.
આ પણ વાંચોઃ નોકરીયાત મહિલાઓને મોદી સરકારની મોટી ભેટ, નાણામંત્રીની જાહેરાત
આર્થિક વિકાસને નવી ગતિ મળશે
PMએ કહ્યુ કે, આ બજેટ નાના વેપારીઓ અને MSMEને તેમની પ્રગતિ માટે એક નવો માર્ગ પ્રદાન કરશે. બજેટમાં મેન્યુફેક્ચરિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. તેનાથી આર્થિક વિકાસને નવી ગતિ મળશે. રોજગાર અને સ્વ-રોજગાર માટે અભૂતપૂર્વ તકો પૂરી પાડવી એ અમારી સરકારની ઓળખ રહી છે. આજનું બજેટ તેને વધુ મજબૂત કરે છે.
આ પણ વાંચોઃ Budget 2024: નિર્મલા સીતારમણની ટેક્સ અંગે મોટી જાહેરાત, જાણો વધારો-ઘટાડો
પ્રથમ પગાર સરકાર તરફથી મળશે
પીએમએ કહ્યું કે, દેશ અને દુનિયાએ PLI યોજનાની સફળતા જોઈ છે. સરકારે બજેટમાં રોજગાર સંબંધિત પ્રોત્સાહનની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ સરકાર પ્રથમ નોકરી મેળવનારા યુવાનોનો પ્રથમ પગાર આપશે. એક કરોડ યુવાનો માટે ઈન્ટર્નશિપ યોજનાથી ગામડાંના ગરીબ યુવાનો પણ દેશની ટોચની કંપનીઓમાં રોજગાર મેળવી શકશે. આપણે દરેક શહેર, દરેક ગામ, દરેક ઘરમાં ઉદ્યોગ સાહસિકો બનાવવાના છે. આ હેતુ માટે ગેરંટી વિના મુદ્રા લોનની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે. તેનાથી સ્વરોજગારમાં વધારો થશે.