PM મોદી વનતારાની મુલાકાતે, બપોર બાદ સોમનાથ અને સાસણગીર જશે

Jamnagar: PM મોદી ગુજરાતના પ્રવાસે છે અને આજના કાર્યક્રમ અનુસાર તેઓ વહેલી સવારે જામનગરમાં વનતારાની મુલાકાત લેવા પહોંચ્યા છે. વનતારા પ્રોજેક્ટ હેઠળ 200 થી વધુ હાથીઓ, હજારો અન્ય પ્રાણીઓ, સરિસૃપ અને પક્ષીઓને બચાવાયા છે. જામનગરમાં રાત્રિ રોકાણ બાદ વડાપ્રધાન વહેલી સવારે જ વનતારા પહોંચી ગયા હતા. જ્યાં અંબાણી પરિવાર વતી મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા.
આ પણ વાંચો:ધારાસભ્ય હાર્દિક પટેલને મળી મોટી રાહત, સરકારે પાછા ખેંચેલ રાજદ્રોહના કેસને કોર્ટે આપી મંજૂરી
મળતી માહિતી અનુસાર પીએમ મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. તેઓ હાલ વનતારાની મુલાકાતે છે. જે બાદ બપોરે તેઓ ગીર સોમનાથ જશે ત્યાં સોમનાથ મંદિરમાં દર્શન કરશે અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. ત્યાર પછી 4 વાગેની આસપાસ સાસણગીર જશે. સાસણગીરમાં વનવિભાગની કોન્ફરન્સમાં ભાગ લેશે. PM મોદી સાસણગીરમાં આવેલા સિંહ સદનમાં રાત્રિરોકાણ કરશે.